SURAT

વરાછાના મીનીબજારમાં સારી શાખ ધરાવતો દલાલ દોઢ કરોડના હીરા લઈ ભાગી ગયો

સુરત: સુરતના (Surat) વરાછા મીનીબજારમાંથી હિરા દલાલ (Diamond Broker) રૂપિયા 1.55 કરોડમાં ઉઠમણું કરી ફરાર થઈ ગયો છે. અંદાજે 10 જેટલા વેપારીઓ પાસેથી ઉંચા ભાવે  વેચાણ કરી આપવાનું કહી હિરાનો માલ લીધા બાદ મોબાઈલ બંધ કરી ભુર્ગભમાં ઉતરી જતા હિરા વેપારીઓ દોડતા થયા છે. હીરાના વેપારીઓએ દલાલની ભારે શોધખોળ કરવા છતાંયે તેનો કોઈ પત્તો નહી મળતા આખરે વેપારીઓએ ફરિયાદ નોîધાવતા પોલીસે હિરા દલાલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વરાછા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા સુમેર સ્કાયની સામે સારથી ઍવેન્યુમાં રહેતા હર્ષીત ઉર્ફે હરી વિરાણી વરાછા મીનીબજારમાં હિરા દલાલીનું કામકાજ કરે છે. હર્ષીત વિરાણીઍ શરુઆતમાં હિરા વેપારીઓ પાસેથી વેચાણ કરવા માટે હિરાનો માલ લઈ સમયસર પેમેન્ટ ચુકવી વેપારીઓ સહિત મીનીબજારમાં પોતાની ઈમેજ સારી ઉભી કરી હતી.

માર્કેટમાં વેપારીઓનો વિશ્વાસ હાંસલ કર્યા બાદ હર્ષીત વિરાણીએ ગઈ તા. 17 માર્ચના રોજ મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ઍપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા હિરા વેપારી  શૈલેષ દેવરાજભાઈ ઈટાલીયા (ઉ.વ.35.રહે, શિવાંત ઍન્ટેલા ઍપાર્ટમેન્ટ મોટા વરાછા, મૂળ ભાવનગર ગીરાયાધરના ગણેશગઢ ગામ)ï પાસેથી રૂપિયા 27,17,570ના મત્તાના જયારે અન્ય 9 વેપારીઓ પાસેથી રૂપિયા 1,28,19,573નો મળી કુલ રૂપીયા 1,55,37,143 નો હિરાનો માલ વેચાણ કરવા માટે લીધો હતો.

દલાલ હર્ષીતે વેપારીઓને તમે મને માલ આપશો તોï હું તે માલ ઉંચા ભાવે વેચાણ કરી તમને સમયસર  પેમેન્ટ આપી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. માર્કેટમાં તેની સાખ સારી હોવાથી વેપારીઓએ તેના ઉપર વિશ્વાસ મુકી હિરાનો માલ આપ્યો હતો. હર્ષીતઍ અમુક હિરાનો માલ માર્કેટમાં વેચ્યો હતો પરંતુ તેના નાણાં કે બાકીના હિરા કોઈ વેપારીને નહી આપી રાતોરાત ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો.ï

હર્ષીતે ઉઠમણું કયું હોવાની વાત માર્કેટમાં પ્રસરતા વેપારીઓ દોડતા થયા હતા અને તેનો મોબાઈલ પર સંપર્ક કરતા બંધ આવતો અને ઘરે તપાસ કરતા ઘરેથી પણ ભાગી ગયો હોવાનુ બહાર આવ્યું હતું. હર્ષીત વિરાણીઍ રૂપિયા 1.55 કરોડમાં ઉઠમણું કરતા વેપારીઓ દોડતા થયા હતાï. ભોગ બનેલા પૈકી શૈલેષ ઈટાલીયાએ ફરિયાદ નોધાવતા પોલીસે હર્ષીત વિરાણી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top