Vadodara

ઉનાળામાં રજાઓની મોજ માણતા બાળકો કેટલાક નગરજનો ઠડાં પ્રદેશોમાં પહોંચ્યાં

વડોદરા: શહેરમાં ઉનાળો આગ ઓકી રહીયો છે. શહેરી જનો ઠંડાં વાતારણ વાળા વિસ્તારો માં જવા માટે ઉપડી ગયા છે કેટલાક લોકો આયોજન બનાવી રહીયા છે. શહેર માં 40-41 ડિગ્રી તાપમાન માં ખાસ કરી ને બાળકો સ્વિમિંગ પુલ માં ન્હાવા ની મોજ માણતા જોવા મળ્યા હતા બાળકો અને વાલીઓ માટે ઉનાળાના વેકેશનનું ખૂબ મહત્વ છે. બાળકો આખું વર્ષ ઉનાળાની રજાઓની રાહ જોતા હોય છે અને ઉનાળાની રજાઓમાં ખૂબ જ મજા આવે છે. બાળકોની વાર્ષિક પરીક્ષા અને પરિણામ પછી લગભગ એક મહિનાનું ઉનાળુ વેકેશન છે.

આ ઉનાળાના વેકેશનમાં બાળકો વિવિધ પ્રકારની ટુર કરે છે. ઘણા બાળકો તેમના સંબંધીઓની મુલાકાત લઈને રજાઓનો આનંદ માણે છે. ઉનાળાની રજાઓ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો ભાગ છે અને આ ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી થોડો આરામ મળે છે. ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓ માટે તહેવારથી ઓછું નથી. બાળકો માટે ઉનાળાની રજાઓ એક ઉજવણી જેવી હોય છે. જેની બાળકો દર વર્ષે રાહ જુએ છે. ઉનાળાની રજાઓ બાળકો માટે તેમના શાળાના કામ અને અભ્યાસની ધમાલમાંથી રાહત આપે છે.

ઉપરાંત, એક વર્ષ પછી આ રજાઓ દરમિયાન અભ્યાસમાંથી વિરામ લેવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આ રજાઓ દરમિયાન તેમના મનને ફ્રેશ કરવા માટે ક્યાંક મુસાફરી કરવાનું આયોજન કરે છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના સંબંધીઓના ઘરે જઈને પણ આ રજાઓનો આનંદ માણે છે. આ રજા બાળકોને અભ્યાસથી દૂર રહેવા અને વિવિધ પ્રકારની મનોરંજક યાત્રાઓ કરવા માટે ઉત્તેજિત કરે છે. ગરમીના કારણે બાળકોને રાહત આપવા શાળાઓ બંધ રહી છે. અને ઉનાળુ વેકેશન લગભગ 1  મહિના સુધી  રાખવામાં આવ્યું છે. તે રજાઓ દરમિયાન બાળકો એકદમ આરામદાયક અને રમુજી વાતાવરણ અનુભવે છે.

Most Popular

To Top