Vadodara

કરોડોના ખર્ચે વિકાસ કરાયેલ છાણી તળાવની દુર્દશા

વડોદરા: શહેરના છાણી ગામ ખાતે આવેલા તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલા બ્યૂટિફિકેશન બાદ તંત્રની જાળવણીના અભાવે તળાવની દુર્દશા થઈ છે.તળાવમાં છોડવામાં આવતા મલિન જળને રોકવાનો પ્રયાસ તંત્ર દ્વારા છેલ્લા ચાર પાંચ મહિનાથી શરૂ કરવામાં આવ્યો છે. શહેરના ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ છાણી ગામમાં આવેલ તળાવ કે જે સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતું તળાવ છે તેનું લાખોના ખર્ચે બ્યૂટિફિકેશન તો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં આ તળાવની જાળવણી,નિભાવણીના અભાવે તળાવમાં અસહ્ય ગંદકી, ઝાડી ઝાંખરાઓ જોવા મળી રહ્યાં છે,સાથે જ અંદર તળાવની પાળોમાં ગાબડાં નજરે પડી રહ્યાં છે,સાથે સાથે તળાવમાં બહારથી મલીન પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.

જો કે હાલ અહીં ઉનાળામાં તળાવમાં પાણી સૂકાઇ ગયેલું છે.તળાવની ફરતે વોકિંગ ટ્રેક નજીક જ ગંદકી જોવા મળે છે ત્યારે આ મુદ્દે વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આસપાસના લોકો દ્વારા જે કચરો તળાવમાં ઠાલવવામાં આવે છે તે હટાવવા માટેની સૂચનાઓ અધિકારીઓ ને આપી દેવામાં આવી છે.સાથે જ અહીં વીસ હજાર સ્ક્વેર મીટરમાં ગાર્ડન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તળાવમાં આવતું ગંદુ પાણી રોકવાનો પ્રયાસ ચાલુ છે
વર્ષો પહેલાની સ્થિતિએ ઉત્તર ઝોનમાં આવેલું છાણીનું તળાવ ખૂબ મોટું તળાવ છે.ઘેરાવો પણ ખૂબ સારો છે તેનું ડેવલપમેન્ટ કરોડોના ખર્ચે થયેલું છે. લોકોને ઉપયોગી બનાવવા માટે આ કામને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ ઈજારદારના માધ્યમથી આ કામ પૂર્ણ થયું છે.નાનું મોટું કામ હજી પણ કદાચ બાકી હોય અને ક્યાંક કેટલાક વિષયમાં આપણે જોયું છે કે મલિન જળ અથવા જે પ્રકારનું પાણી તળાવમાં આવતું હોય છે.એને રોકવાનો પ્રયાસ છેલ્લા ચાર પાંચ મહિનાથી શરૂ થયો છે અને એના ભાગરૂપે છાણી પણ આવરી લીધું છે.એમાં નાના મોટા વોકિંગ ટ્રેકમાં જે સુધારા છે એ પણ જે રહેવાસીઓ છે અને નગરજનો છે તેમને પણ લાભ થાય એવો મારો પ્રયાસ પણ છે. -ડો.હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ સ્થાયી સમિતિ

Most Popular

To Top