Comments

મારી હરીફાઈ

એક યુવાન બિઝનેસમેન, જાત મહેનતે શરૂઆત કરી અને પાંચ વર્ષમાં ઘરથી શરૂ કરેલાં કામને મોટી કંપનીમાં પરિવર્તિત કરી દીધું. યુવાનને બિઝનેસમેન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. એવોર્ડ લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં યુવાન બિઝનેસમેને બહુ સરસ વાત કરી. પત્રકારે પૂછ્યું, ‘સર, તમારી ઇન્ડસ્ટ્રીમાં તમારી સૌથી સીધી હરીફાઈ કોની સાથે છે. તમારો કટ્ટર હરીફ તમે કોને ગણો છો?’ યુવાન હસ્યો અને બોલ્યો, ‘મારો કટ્ટર હરીફ મારી બહુ નજીક છે. મારી હરીફાઈ બીજા કોઈ બિઝનેસમેન કે અન્ય કોઈ વ્યક્તિ સાથે નથી. ’પત્રકાર વચ્ચે જ બોલી ઊઠ્યો, ‘તો શું તમારો હરીફ તમારો કોઈ દોસ્ત કે ઘરનો વ્યક્તિ છે?’ પત્રકારની અધીરાઈ જોઇને યુવાને મજાક કરી, ‘હા તે એટલો નજીક છે કે તે મારી સાથે જ રહે છે…’બધા હરીફનું નામ જાણવા આતુર બન્યા.

યુવાન બિઝનેસમેને કહ્યું, ‘હું મજાક નથી કરતો. હું એકદમ સાચી વાત કહું છું. મારી હરીફાઈ છે મારા અહમ સાથે…રોજ હું અહમ્થી દૂર ભાગવાની કોશિશ કરું છું. મારે હરાવવી છે મારી કોઇ પણ કામને ટાળવાની વૃત્તિને. હું રોજ બધાં કામ તરત પૂરાં કરવાની કોશિશ કરતો રહું છું. મારી હરીફાઈ છે મારા જીભના સ્વાદ સાથે. હું રોજ જ્ન્કફુડ ખાવાની ઈચ્છાથી દૂર ભાગું છું અને હેલ્ધી ખોરાક લેવાની કોશિશ કરું છું. મારી હરીફાઈ છે જ્ઞાન મેળવવાની. જે શીખવાનું રહી ગયું છે તે હું શીખવાની અને વાંચવાની કોશિશ કરું છું. મારી હરીફાઈ છે મારી જાતને વધુ શિસ્તબધ્ધ બનવવાની….હું રોજે રોજે વધુ નિયમિત બનવાના પ્રયત્નો કરું છું.મારી હરીફાઈ છે મારી ખરાબ આદતો સાથે. હું મારી દરેક બેડ હેબીટ્સને છોડવા માંગું છું.

મારી હરીફાઈ છે મારા ડર અને નકારાત્મક વિચારો સાથે. હું મારા મનમાં ઊગતા નકારાત્મક વિચારો અને ડરને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવા માંગું છું.મારી લડાઈ છે મને મારી મંઝિલથી દૂર લઈ જતા દરેક વિચાર અને વસ્તુ સાથે જે મને મારા આગળ વધવાના માર્ગ પરથી ચલિત કરે છે.તે બધાને પાછળ છોડી હું આગળ વધવા માંગું છું. મારી લડાઈ છે મારા મનની આત્મશંકા સાથે જે મારો પોતાનો આત્મવિશ્વાસ ડગમગાવી દે છે અને મારા મનમાં કોઇપણ કાર્ય વિષે અનેક ડાઉટ ઉભા કરાવે છે આ સેલ્ફ્ડાઉટ ણે મારે મનમાંથી હંમેશા માટે આઉટ કરવો છે. આવી અનેક હરીફાઈઓ હું મારા પોતાની સાથે લડી રહ્યો છું અને એમાં મારે જીતવું છે. ’યુવાન બિઝનેસમેનની વાતો બધાએ તાળીઓથી વધાવી લીધી.
–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top