પ્રયાગરાજઃ (Prayagraj) માફિયા ડોન અતીક અહેમદની (atik Ahmed) પત્ની શાઇસ્તા પ્રયાગરાજના કછાર વિસ્તારમાં છુપાયેલી હોવાની આશંકા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેશ પાલની હત્યામાં (Murder) શામેલ શૂટર સાબીર પડછાયાની જેમ અતીકની પત્ની શાઇસ્તા અને બહેન આયેશા નૂરી સાથે છે. આ ત્રણેય કછાર વિસ્તારમાં વારંવાર પોતાનું સ્થાન બદલી રહ્યા છે. શૂટર્સ સાબીર, આયેશા નૂરી અને શાઈસ્તા પરવીન છેલ્લા 30 દિવસથી સાથે છે. બીજી તરફ તંત્રએ શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમને દબોચી લેવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. લખનૌમાં સીએમ યોગી આદિત્યનાથે એસટીએફના વડા સાથેની બેઠકમાં શાઇસ્તા પરવીન ગુડ્ડુ મુસ્લિમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
આ તરફ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શૂટર સાબીર, સાઈસ્તા અને આયેશા પાણીના રસ્તે પશ્ચિમ બંગાળ જવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આયેશા અને શાઈસ્તાની સાથે અડધો ડઝનથી વધુ મહિલાઓ છે. જે સતત બુરખો પહેરે છે અને આયેશા અને શાઈસ્તા સાથે રહે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આયેશા અને શાઈસ્તા દરરોજ ફોન અને નંબર બંને બદલતા રહે છે. પોલીસના રડાર પર એવા લોકો પણ છે જે આયશા, શાઇસ્તા અને સાબીરને સતત મદદ કરી રહ્યા છે.
શાઈસ્તા પર 50 હજારનું ઈનામ
તમને જણાવી દઈએ કે પુત્ર અસદ અને પતિ અતીક અહેમદના અંતિમ સંસ્કારમાં શાઈસ્તાના આવવાના ઈનપુટ મળ્યા હતા જેને લઈને પોલીસ એકદમ સતર્ક હતી. પરંતુ પોલીસને શાઈસ્તાનો કોઈ સુરાગ મળ્યો ન હતો. યુપી પોલીસે ઉમેશ પાલ હત્યા કેસના કાવતરામાં સામેલ શાઇસ્તા પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. બીજી તરફ સીએમ યોગીએ પણ એસીએફના વડા સાથે બેટક કરી શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે.