National

અતિક અને અશરફના ત્રણેય શૂટરોને કોર્ટમાં રજૂ કરાયા, ચાર દિવસના રિમાન્ડ મંજૂર

માફિયા અતીક (Atik) અને અશરફની ગોળી મારીને હત્યા (Murder) કરનારા શૂટર્સ લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરુણ મૌર્યને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં (Court) રજૂ કરવા માટે CJM કોર્ટમાં લાવવામાં આવ્યા છે. પોલીસની રિમાન્ડ અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ અપરાધિયોને સાથે લઈ સીન રિક્રિએટ પણ કરી શકે છે.

માફિયા અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ શૂટરોને લઈને પ્રયાગરાજ પોલીસ CjM કોર્ટ પહોંચી હતી. માફિયા અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરનારા શૂટર્સ લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરુણ મૌર્યને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા. અહીં પોલીસની રિમાન્ડ અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. થોડા સમયમાં આ અંગે નિર્ણય આવશે. મંગળવારે હત્યાની તપાસ માટે રચાયેલી SIT ટીમે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ CJM દિનેશ કુમાર ગૌતમની કોર્ટમાં અરજી આપીને આરોપીઓને સમન્સ મોકલવાની માંગ કરી હતી.

CJMએ પોલીસને આરોપીઓને કડક સુરક્ષામાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાના કારણે પોલીસ અધિકારીઓએ પણ મોડી સાંજ સુધી કોર્ટની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ત્રણેય આરોપીઓ પ્રતાપગઢ જેલમાં બંધ હતા. અતીકના માણસોના ડરને કારણે સોમવારે જ ચારેયને નૈની જેલમાંથી પ્રતાપગઢ મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે શૂટર્સને કોર્ટમાં લાવવામાં આવી રહ્યા છે ત્યારે રસ્તામાં સુરક્ષા દળો તૈનાત છે. કોર્ટને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. તપાસ એજન્સીઓ સાથે આરએએફ અને પીએસીના જવાનો તૈનાત છે.

Most Popular

To Top