Vadodara

ટાઉન પ્લાનિંગે ટાગોરનગરનીજગ્યાનું પઝેશન લેવાનો હુકમ કર્યો

વડોદરા: શહેરના વોર્ડ નંબર 11માં આવેલ ટાગોર નગર ખાતે પાલિકાની અનામત જગ્યા ઉપર સોસાયટી દ્વારા કોમ્યુનિટી હોલ બનાવી તેને ભાડે આપી વ્યાપારીકરણકરવાના કિસ્સામાં મહાનગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અને આ જગ્યા ખરેખર પાલિકાની હોય તો તે અંગે તપાસ થાય તેવા અહેવાલો ‘ગુજરાતમિત્ર’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.આ જે બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જે તે જગ્યા પ્રાપ્ત લેવા માટેની તૈયારીઓ હાથ ધરી દીધી છે અને વિભાગ દ્વારા આ અંગેનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહાનગર પાલિકાની હદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓ.પી.રોડ.પર સૈયદ વાસણા-અકોટા ટી.પી.સ્કીમ નં -૧૫ જેને સરકારના શહેરી વિકાસ ગાંધીનગર દ્વારા ફાયનલ નોટીફીકેશન નં GH/V/119 OF 1995/TPS-1294-1495 L તા – ૫-૧૦-૯૫ થી મંજુર કરવામાં આવેલ છે.તેમા ફાયનલ પ્લોટ નં ૨૧ આશરે ૨૫,૦૦૦ ચો.ફુટ પર ગેરકાયદેસર કબ્જો હોવાનું જાણવા મળ્યું હતું. જે વડોદરા મહાનગરપાલિકા ની માલિકીનો વાણીજ્ય વેચાણ માટેનો અનામત પ્લોટ રાખવામાં આવેલ છે. જો કે આ પ્લોટ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી કોમ્યુનિટી હોલ અને ઓફિસ બનાવી દેવામાં આવી હતી અને તેનું સંચાલન સોસાયટીના પ્રમુખ તેમજ કમિટી દ્વારા કરવામાં આવે છે.

આ કોમ્યુનિટી હોલ સોસાયટીના તેમજ વડોદરાના રહીશોને ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગે તેમજ બેસણાના પ્રસંગે તેમજ અન્ય કાર્યક્રમો માટે મોટી રકમ લઈ ને ભાડેથી આપવામાં આવે છે. આ બાબત ધ્યાન ઉપર આવતા ગુજરાત મિત્ર દ્વારા આ કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું અને આ બાબતે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન આ મિલકત પાલિકાનું હોવાનું ફલિત થયું હતું જેથી આ મિલકત પરત લેવાની થાય છે અને તે માટેનો હુકમ જે તે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

વર્ષ 2008માં કોર્ટ કેસ બંધ થઇ ગયો હતો આ મિલકત પરત લેવાની થાય છે
આ બાંધકામ ટીપી સ્કીમ બની તે પહેલા કરી દેવામાં આવ્યું હતું. અનેક જુના રેકર્ડ ચકાસવામાં આવ્યા છે. આ અંગે કોર્ટ કેસ પણ ચાલતો હતો. અને અમારા રેકોર્ડ મુજબ તે 2008 માં બંધ થઇ ગયો છે. આ મિલકતનું પઝેશન લેવાનું થાય છે જે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘનશ્યામ મોરધરા, એડિ આસી. એન્જી, જમીન મિલકત વિભાગ
મિલ્કત પરત લેવાનો હુકમ કરી દેવાયો

આ મિલકત પાલિકાની છે અને તે માટે અમે આ મિલકત પરત લેવા માટેનો હુકમ કરી દીધી છે. અને અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે. – જીતેશ ત્રિવેદી, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર

Most Popular

To Top