160 વર્ષથી ‘ગુજરાતમિત્રે’ તો મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેતું રાખ્યું જ છે. પણ 1.5-60થી ગુજરાત જન્મથી વેપારી ભાવનું અપવિત્ર ઝરણું સાગર બની જતાં હવે માતૃભાષા ગુજરાતીને બધી શાળામાં ફરજિયાત વિષય બનાવવા માટે કડક કાયદો બનાવાવની જરૂર પડી. તેમાં ગુજરાતી અખબાર તરીકે સાચા સકારાત્મક તટસ્થ સમાચાર છાપવામાં દિલચોરી દાખવી નથી. માતૃભાષાની જેમ જ ગાય માતાની દશા પણ કાયદાથી કોઇ ફાયદો મેળવી શકી છે ખરી?
ધરમપુર – ધીરુ મેરાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોળિયે કોળિયે ઝેર
એક વેળા સુરત, ગોપીપુરામાં દવાખાનું ધરાવતા વૈદ્યરાજ બાપાલાલ આયુર્વેદિક દવાઓના નિષ્ણાંત હતા. તેઓ હંમેશા કહેતા ‘‘અડધુ દવાખાનું તો તમારાં રસોડા ખાતે મસાલાના ડબ્બામાં જ છે. હળદર ને હૂંફાળા દૂધ સાથે પીવાથી કફ કાબુમાં રહે છે.’’ કમનસીબે હળદરના બે કારખાના ગુજરાતમાં ઝડપાયા. જેમાં કણકીના લોટમાં કેમીકલ ભેળવી, હળદર તૈયાર કરાય. ગુણો ભરી મોટા જથ્થામાં મોલમાં, મોટા વેપારીઓને સપ્લાય થાય. આકર્ષક પેકેટો તૈયાર કરી વેચાણમાં મૂકાય. નર્યુ ઝેર પ્રજાની તંદુરસ્તી સાથે કેવાં ચેડાં ? જીરૂ, મરચા, મરી પણ ભેળસેળમાંથી બાકાત નથી. આવાં ગુન્હા કરનારાઓને ખો ભૂલીજાય એવી સજા સરકારે કરવીજ જોઈએ. ‘‘તોડ’’ શબ્દનો છેદ ઊડી જવો જરૂરી. હાલ ગૃહિણીઓ મસાલા ભરવામાં વ્યસ્ત છે ત્યારે આ ગોબાચારી ? કોળિયે કોળિયે ઝેર !
અડાજણ – કુમુદભાઈ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.