વડોદરા: શહેરના 116 કેન્દ્રો પર 2327 પરીક્ષાર્થી ઓએ ટેટ 1ની પરીક્ષા આપી હતી બળબળતા ઉનાળા માં કેટલાક મહિલા ઉમેદવારો પોતાના બાળકો લઈ ને ટેટ 1 ની પરીક્ષા આપવા આવ્યા હતા. કોરોના કાળ માં આ પરીક્ષા રદ કરાઈ હતી આમ છેલ્લા પાંચ વર્ષ ટેટ 1 ની પરીક્ષા લેવાઈ ન હતી. જિલ્લા બહાર ના ઉમેદવારો પણ જોવા મળ્યા હતા. આમ પરીક્ષા વખતે ઉમેદવારો ના પરિવારજનોએ ભારે ગરમી નો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે નાગરીકોને અનેકવિધ રીતે ઉપયોગી થવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આપત્તિના સમયે પણ લોકો ફાયર ડિપાર્ટમેન્ટની સાથે પોલીસ પાસેથી પણ મદદની આશ લગાવતા હોય છે. ત્યારે આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેને કારણે વડોદરા પોલીસના જવાનો પર ચોતરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. ટેટ-1 ની પરીક્ષા હોવાને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યહારનું સુચારૂ નિયમન થાય તેવા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે.
તેવામાં બપોરે એક વાગ્યે હાઇવે પર પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. તેવામાં તરસાલી બાયપાસ પાસે આવેલી હોટલ સર્વોત્તમ પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. સ્થળ પર પહોંચીને પોલીસે પ્રાથમિક પુછપરછ કરી તો, કારમાં મુસાફરી કરનાર પૈકી કાલોલ નજીક આવેલ દેરોલ ના ગાયત્રીબેન દેવાંગભાઇ વાળંદ ને ફાળવવામાં આવેલા કેન્દ્રમાં ટેટ-1 ની પરીક્ષા આપવા માટે પહોંચવાના હતા. પોલીસે સમય સંજોગોની અગત્યતાને ધ્યાને રાખીને પરીક્ષાર્થીને પીસીઆર વાનમાં બેસાડીને તેને સુરક્ષિત રીતે પરીક્ષા મકરપુરા ખાતે આવેલા ન્યુ ઇરા સ્કુલના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી. પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની સુવિધા પોલીસ દ્વારા કરવામાં આવતા પરીક્ષાર્થી દ્વારા તેમના વખાણ કરવામાં આવ્યા હતા.