Vadodara

કાળઝાળ ગરમીમાં સરદાર બાગ સ્વીમિંગ પુલ બંધ

વડોદરા: વડોદરા શહેરના અલકાપુરી જેવા ભદ્ર વિસ્તાર માં આવેલ સરદાર બાગ સ્વીમિંગ પૂલ ચાલુ કરવા માટે અનેક રજુઆત છતાં યુદ્ધ ના ધોરણે કામ કરવામાં પાલિકા તંત્ર વર્ષ 2023 માં પણ નાપાસ થયું છે છેલ્લા ત્રણ વર્ષથી બંધ સરદાર બાગ સ્વીમિંગ પૂલની ચાલુ કરાવવા માંગ કરી હતી. અહીં ગટરનું પાણી સ્વિમિંગ પૂલમાં આવી જતું હોવા ઉપરાંત ટાઈલ્સો તૂટી ગઈ છે અને ક્લોરીનેશન નો પણ પ્રશ્ન છે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવાથી રિપેરિંગ પાછળ ઘણો સમય જાય તેમ હોવાથી આ ઉનાળામાં તરવૈયાઓ ને સરદાર બાગ સ્વીમિંગ પુલનો લાભ મળે તેમ લાગતું નથી.

દરમિયાન સ્થાયી સમિતિના અધ્યક્ષને આ મુદ્દે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી સ્વિમિંગપુલ બાદ હવે સરદારબાગ પણ ચાલુ કરાવવાનો છે. આ માટે જે કંઈ જરૂરી કામગીરી કરવાની  છે તેના ખર્ચનો અંદાજ ટૂંક સમયમાં મળી જશે.  કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ, વાઘોડિયા રોડ, લાલ બાલ અને સરદારબાગ એમ કુલ ચાર સ્વીમીંગ પુલ છે. જેમાંથી ત્રણ ચાલુ છે. ચાલુ વર્ષના બજેટમાં દર્શાવ્યું છે કે લાલબાગ અને વડીવાડી સરદાર બાગ ખાતે પાંચ કરોડના ખર્ચે હયાત સ્વિમિંગ પુલનું રીનોવેશન કરવાનું કામ આયોજન હેઠળ હોવાનું પાલિકા સત્તાધીશો નું કહેવું છે.

Most Popular

To Top