Gujarat

5મી મે સુધીમાં ગુજરાતમાં સવા લાખ યુવકોને ભાજપમાં જોડવાના અભિયાનનો આરંભ કરાવતા પાટીલ

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને (Loksabha Election) ધ્યાનમાં રાખીને હવે ભાજપના (BJP) અનુ.જાતિ મોરચા દ્વારા 14 એપ્રિલથી 5મી મે સુધી રાજયભરમાં સવા લાખ યુવાઓને ભાજપ (BJP) સાથે જોડવાનું અભિયાનનો આજથી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે આજે વર્ચ્યુઅલી આરંભ કરાવ્યો હતો. કમલમ ખાતે યોજાયેલા સમારંભને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે, આજે 14મી એપ્રિલના દિવસે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનની શુરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી સવા લાખ યુવાનોને જોડવા માટેનો સંકલ્પ ભાજપના કાર્યકરોએ કર્યો છે. અનુસૂચિત જાતિ સમાજ ઘણા વિશ્વાસ સાથે ભાજપ સાથે જોડાયેલો છે.

પાટીલ વધુમાં જણાવ્યું હતું કે, ડો.બાબા સાહેબ આંબેડકરને ચૂંટણીમાં હરાવનાર કોણ હતા? રાજકારણમાં દુર કરવાનો પ્રયત્ન કોણે કર્યો? તે પણ હવે સમાજ હવે સારી રીતે જાણે છે અને તેમના મૃત્યુ પછી પણ તેમનું વ્યકિતત્વ પ્રજા સમક્ષ ન આવે તે માટે જગ્યા કે ફંડ કોંગ્રેસ દ્વારા ફાળવવામાં નથી આવ્યું તે પણ આજે સમાજના લોકો જાણે છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીના માર્ગદર્શનમાં આજે સમાજ ચાલી રહ્યો છે તેથી સમાજ આજે પ્રગતીના પંથે છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીએ શિક્ષણ પર ખૂબ ભાર મુક્યો હતો અને આજે સમાજના યુવાનો શિક્ષણ મેળવી દેશ અને રાજયના વિકાસમાં સિંહ ફાળો આપી રહ્યા છે. યુવા જોડો અભિયાન સફળ થશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરએ દેશને એક બનો, શિક્ષિત બનો, સંગઠીત બનવાનો મંત્ર આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસના મંત્રથી એક ભારત-શ્રેષ્ઠ ભારતના સંર્વાગી વિકાસનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ સાકાર કરવા યુવાનો મજબૂત પાયો છે. ભારત દેશના યુવાનોને સાચી દિશા મળે તો ધારેલું કામ કરવાની ક્ષમતા છે. તેમણે યુવા જોડો અભિયાન સફળ બને તેવી કાર્યકરોને શુભેચ્છા વ્યકત્ત કરી હતી.

Most Popular

To Top