Gujarat

મહાનગરોમાં છેવાડાના વેલ્યુ ઝોનમાં સરવે બાદ દિવાળી પછી જંત્રીના દરોમાં બીજો વધારો આવી શકે છે

ગાંધીનગર: રાજયના કેટલાંક વેલ્યુ ઝોનમાં દિવાળી (Diwali) પછી જંત્રીના (Jantri) દરોમામં વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ , રાજકોટ , સુરત , વડોદરા સહિતના મહાનગરોમાં આઉટર વિસ્તાર ડેવલોપ થઈ રહયો છે. જેની જંત્રીના દોર હાલ નીચા છે, જે માર્કેટ રેટ સાથે સુસંગત નથી. એટલે વેલ્યુ ઝોનમાં સર્વે બાદ તેમાં જંત્રીના દરોમાં વધારો થઈ શકે છે.

ટોચના સૂત્રોએ કહ્યું હતું કે, શહેરી વિસ્તારના છેવાડાના નવા વિસ્તારો ડેવલોપ થઈ રહયા છે, તેમાં વેલ્યુ ઝોન પ્રમાણે નવી જંત્રી માટે સર્વે હાથ ધરાશે, આ સર્વેની કામગીરી દિવાળી આસપાસ પૂર્ણ થસે. તે પછી નવા દરો અમલી બનશે. એટલે કે દિવાળીની આસપાસ હવે જંત્રીનો બીજો વધારો આવી શકે છે. જંત્રીના દરો વધવાની સાથે હવે બંગલો કે ફલેટની કિમતો પણ વધી જશે. એટલું જ નહીં રાજય સરકારને સ્ટેમ્પ ડયુટી (Stamp duty) તથા રજીસ્ટ્રેશન ફીની (Registration Fee) રકમ પણ વધારે ચૂકવવી પ઼ડશે, જેના પગલે રાજય સરકારની આવકમામં વધારો થશે.

આજે મધરાતથી રાજયમાં નવા જંત્રીના બમણા દરો અમલી બની જશે. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં 4થી ફેબ્રુઆરી 2023 થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યા હતા તેનો અમલ 11મી ફેબ્રુઆરીથી કરવાનો થતો હતો પરંતુ હવે તે હવે 15મી એપ્રિલથી બનશે. જંત્રીના દરોમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનું, જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા (દોઢા) કરવાનું તેમજ દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનું ઠરાવ્યું છે. આ ઉપરાંત જંત્રી બાબતે ઇસ્યુ થયેલા 18મી એપ્રિલ 2011ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો 4 ફેબ્રુઆરીથી બે ગણા કરવામાં આવ્યા હતા તેના બદલે હવે 15મી એપ્રિલથી આ દર 1.5 ગણા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજય સરકારે પ્રિમિયમના દરમાં ઘટાડો કર્યો છે. જેમાં ખેતીથી – ખેતી 25% ના બદલે 20% પ્રિમિયમ લેવાશે.જયારે ખેતીથી – બિનખેતી 40% ને બદલે 30% પ્રિમિયમ લેવાશે.પેઈડ એફએસઆઈ અંગે સરકારે લીધેલા નિર્ણય મુજબ, (1) પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસૂલવામાં આવશે,(2) જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.(3) જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસૂલવામાં આવશે.(4) પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસૂલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસૂલવામાં આવશે.

Most Popular

To Top