Dakshin Gujarat

પલસાણામાં જમવા બાબતે સસરા જમાઈ બાખડ્યા, સસરાએ હથોળી વડે હુમલો કરતાં…

પલસાણા: પલસાણાના (Palsana) સોયાણીમાં જમવા બાબતે થયેલી બોલાચાલીને લઇ સસરાએ ઉશ્કેરાઇ જઇ હથોડી (Hathodi) વડે જમાઇના માથા તેમજ કાનના ભાગે હુમલો (Attack) કર્યો હતો. આ ઘટનામાં લોહીલુહાણ હાલતમાં જમાઈને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડાયો હતો. બાદ સસરા વિરુદ્ધ પલસાણા પોલીસમથકે (Police Station) ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સિંગણપોર ગામે આવેલી ગાંધીનગર સોસાયટીમાં રહેતા હિતેશ કંચન નાયકા (ઉં.વ.૩૨)નાં લગ્ન સને-૨૦૧૨માં બેનાબેન સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાન છે. દરમિયાન તેઓ કેટરિંગમાં કામ કરવા માટે જતા હોવાથી પલસાણાના સોયાણી ગામે માછી ફળિયામાં રહેતી ચંપા મંગુ રાઠોડ સાથે પ્રેમસંબંધ બંધાતાં સને-૨૦૧૩માં હિતેશે ચંપાબેન સાથે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. એ વેળા તેની પ્રથમ પત્ની સિંગણપોરમાં રહેતી હતી. જ્યારે બીજી પત્ની સોયાણી ગામે રહેતી હતી. હિતેશ સોયાણી ગામે અવારનવાર આવતો-જતો હતો. માર્ચ મહિનાથી તે સોયાણી ગામે તેની બીજી પત્ની ચંપાબેન સાથે રહેતો હતો. દરમિયાન રાત્રે તેઓ તેમનાં બાળકો તથા પત્ની સાથે સૂતાં હતાં. ત્યારે ૧૨ વાગ્યાના અરસામાં તેના સસરા મંગુ રાઠોડે જમવા બાબતે થયેલી બોલાચાલીને લઇ ઉશ્કેરાઇ જઇ જમાઇ હિતેશ ઉપર હથોડી વડે માથા, કાન તથા આંખની બાજુમાં હથોડી વડે હુમલો કર્યો હતો. જેને કારણે જમાઈ લોહીલુહાણ થઈ જતાં ૧૦૮ મારફતે તેને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સા૨વા૨ માટે ખસેડાયો હતો. આ અંગે હિતેશે તેના સસરા વિરુદ્ધ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

પરબમાં કોન્ટ્રાક્ટનું કામ કરતા યુવાન ઉપર હુમલો
કામરેજ: મૂળ બિહારના દરભંગાના હનુમાનનગરના વતની અને હાલ પલસાણાના જોળવા ગામે સ્વર્ગ રેસિડન્સીમાં મકાન નં.221માં રોશન શિવાલાલ યાદવ રહે છે. કામરેજના પરબ ગામે ઓમ ઈન્ડસ્ટ્રીઝમાં સેવન રાઈસ ફેબ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટથી કામ કરે છે. બે દિવસ અગાઉ ખાતા પર કામ પતાવી સાંજના 7 કલાકે ઓમ ઈન્ડસ્ટ્રીઝમાં વિભાગ-1માં રામદેવ મોબાઈલની દુકાનની સામે ચાની લારી પર ચા પીવા માટે બેસેલો હતો ત્યારે ત્યાં લેબર કોન્ટ્રાક્ટ પર કામ કરતો શિવપ્રકાશ, વિજયસીંગ, અજયસીંગ, અજિતસીંગ હાથમાં લાકડાના ફટકા તેમજ લોખંડના પાઈપ લઈને આવી શિવપ્રકાશએ અગાઉ થયેલા ઝઘડામાં તને વચ્ચે પડવાની ના પાડી તેમ છતાં તું કેમ ગંગાધર પ્રસાદ અને અમારી લડાઈમાં પડે છે તેમ કહી માથા, શરીરે માર મારી લોહીલુહાણ કરી દેતાં લોકોનું ટોળું ભેગું થઈ જતાં ચારેય નાસી છૂટ્યા હતા. આથી સારવાર માટે રોશનને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top