ગાંધીનગર: ધોળકા (Dholka) ખાતે પોલીસ સ્ટેશનના (Police Station) નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું આવતીકાલે તા.૧૩મી એપ્રિલના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે ૯ કલાકે લોકાર્પણ કરાશે. અમદાવાદ રેન્જ આઈ.જી. વી. ચંન્દ્રશેખર ઉપસ્થિત રહેશે.
બીજી તરફ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના ૨૮૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલ તા. ૧૩ એપ્રિલના રોજ બપોરે ૧૨ કલાકે લોકાર્પણ કરાશે. આ ઉપરાંત હર્ષ સંઘવી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવશે.