તા. 16-03-23ના ગુ.મિ.માં ડો. વિક્રમ દેસાઈનો ભારતની ન્યાય પ્રણાલી વિષે આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતની ન્યાય પ્રણાલી પર ખુબ વિસ્તારપૂર્વક છણાવટ કરી છે. બીજું કાંઈ લખવા જેવું રહેવાજ નથી દીધું. બંધારણ ઘડનારા ડો. શ્રી આંબેડકરનાં વિચારો પણ રજુ કર્યા છે. એમણે કહ્યું છે કે ભારતની ન્યાય પ્રણાલી ત્યારથી જ યોગ્ય નથી. સંસદમાં જે તે ભારતીય પ્રજાની સુખાકારી વિષે વાત થાય છે. તેનાં પર પછી કોઈપણ વ્યકિત આ સંસ્થા ટીકા કરે છે તે એકદમ અયોગ્ય છે. ઘણીવાર જોવામાં આવે છે કે તે સંસદમાં પસાર થયેલા કાયદા વિષે સુપ્રીમ રોક લગાવે છે.
વિચાર આવે છે કે આ તે કેવી ઉલ્ટી વાત ! ભારતની પ્રજાની સુખાકારી વિષે પસાર થયેલાં પ્રજાનાં જ પ્રતિનિધિઓ એ પસાર થયેલાં કાયદા વિષે ભારતની સુપ્રિમ ટીકા કરી રોકી દે છે. પ્રજાને જ લાંબો સમય સુખાકારીથી અલિપ્ત રહેવાનું બને છે. કોઈપણ બનાવ બને કે લડાઈ-ઝગડો હોય તે વાતનો ભારતની ન્યાય પ્રણાલી…. નિકાલ હાલની પરિસ્થિતિનાં હિસાબે પંદર દિવસ કે એક મહિને આવી જ જવો જોઈએ. હાલમાં તો જિલ્લા ન્યાયાલય માંથી રાજ્ય કક્ષાના ન્યાયાલયમાં ફરિયાદી જઈ શકે છે અને છેવટે સુપ્રીમ તો છે જ.
દરેક ન્યાયાલયમાં અંગ્રેજોના વખતથી ચાલી આવતી પ્રણાલી છે. ન્યાયાધીશનાં વેકેશન અને એક ફરિયાદ વિષે વિચાર કરવામાં વર્ષો નિકળી જાય છે. આઝાદી મળ્યાં પછી ભારતની પ્રજાની સુખાકારી વધવી જોઈએ તેને બદલે ભારતની પ્રજાની એકેએક વ્યકિત દરેક વાતે દુ:ખી છે. પછી તે ખેતી હોય, વ્યાપાર હોય કે શિક્ષણ હોય ! જોકે છેલ્લાં સાત વર્ષોમાં પ્રજાને ખેતી અને શિક્ષણ વિષે સુધારાની આશા બંધાઈ છે પરંતુ ન્યાયનું શું ? ન્યાય તેમ પર તો પ્રજાની એકાએક સુખાકારીનો આધાર છે. સંસદે પસાર કરેલા કાયદા વિષે ન્યાય તેમ ચંચુપાત ન કરે અને તેમાં રોક ન લગાવે તે જોવાનું પ્રજાનું પણ કામ છે.
પોંડીચેરી – ડો. કે.ટી.સોની આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.