“બાળક ને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં ભવિષ્યની ,રોજગારીની તકો કેવી?”- એક વાલીએ પ્રશ્ન કર્યો, આપણને એમ કે આમને ખાલી ખાલી સમય પસાર કરવો હશે ,એટેલ કહ્યું કે “અંગ્રેજી માધ્યમમાં ભણાવાવમાં અપાર તકો રહેલી છે”. આમતો હવે કોઈ ગમે તે કહે, પણ આપડે ત્યાતો અંગ્રેજી જ બધી રોજગારી નો આધાર બનવા જઈ રહી છે. .”..એમ ?”…“હા , જુવો શહેરના ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી માડી હવે તો નાના નગરના, મધ્યમ વર્ગમાં પણ લોકો, બાળકો ને અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યા છે.
આજોતા આવનારા વર્ષોમાં ગજરાતના શહેરોમાં વસ્તી નો એક મોટો વર્ગ ખસતો ખરીદ શક્તિ ધરાવતો વર્ગ અંગ્રેજી માધ્યમમાં ભણ્યો હ્સ્જ્હે અને અંગ્રેજી ભાષામાં જ પોતાનો વ્યવહાર ચલાવતો હશે હવે જો તમે એમ સમજીને તમારા બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવો કે આપણે ક્યાં છોકરાને કોમ્પુટર એન્જીનીયર કે ડોક્ટર વકીલ બનાવવો છે?. આપણેતો બે આકડા લખતો, બે શબ્દો ઓળખતો થાય એટલે બહુ. આપણેતો ધંધો જ કરવાનો છે ને! ..તો, ના હવે ધંધા માટે જ અંગ્રેજી જરૂરી થવાનું છે .
તમે ભલે શાક વેચતા હો અને તમરો કુવર પણ શાક જ વેચવાનો હોય પણ હવે તેની લારીએ જે શક ખરીદવા આવવાની છે તે મેડમો ને ગલ્સો તો ભચર ભચર અંગ્રેજી બોલતી હશે. તે શક્ભાજીના નામ ગોખી ગોખી ને તો પ્રાયમરી માં ટકા લાવતી હતી. હવે શકની લારી પર એ દુગલી ને બટાટા માગશે ? ના એ તો પોટેટો ..બેગન જિજર જેવી હિન્દી ઈગ્લીશ મિક્ષ લેગ્વેજ બોલશે તમારે ધંધો વધારવો હશે તો તેમની સાથે અંગ્રેજી માં જ કોર્સ્પોનદંસ કરવું પડશે ..યાદ રાખો તમે રીક્ષા ચલાવો ,શાક વેચો .કે વાળ કાપો ..મહેદી મુકો કે બ્યુટી પાર્લર ચલાવો આ અંગ્રેજી માધ્યમમાં ઉછરેલી પેઢી સાથે ધંધો કરવો હશે તો તમારે અંગ્રેજી બોલવું જ પડશે આમપણ આ બધાને તમારી જોડે અંગ્રેજી બોલ્યા શિવાય તો ક્યાય મેલ પડવાનો નથી . જુવો શીખો આપડા મોટા ભાગના ધાર્મિક કથાકારો,ગુરુઓ, જ્યોતિષીઓ હવે સંસ્કૃત તો શીરામાં એલીચી જેટલું નામનું જ બોલે છે . તેમનો ધંધો પુરપાટ દોડે છે અંગ્રેજી કોટેશન અને દરેક ગુજરાતી વાક્યના અંગ્રેજી ભાષાંતર પર. માટે આ ધર્મગુરુઓ પાસે થી શીખો, તેઓ વેળાસર જે સમજ્યા તે તમે નહી સમજો ?
તદ્દન મજાક લાગે તેવી આવાત ચિંતા જનક રીતે સાચી પડવાની છે . શિ ખબર આપડા મગજમાં કોને ભરવ્યું છે .ખાસતો આજના વાલીઓના મગજમાં કોઈએ ભરાવ્યું છે કે બાળક ના ઉજવળ ભવિષ્ય માટે અંગ્રેજી માધ્યમ જ બેસ્ટ!, ગુજ, માં ભણાવશો તો તકો ગુમાવશો. તમારો બાળક જ મોટો થઇ ને તમને કહેશે કે “પપ્પા તમે મને અંગ્રેજી માધ્યમમાં કેનમ ના મુક્યો”? ,,,,આવી અનેક દલીલો સાંભળી ત્યારે થાય કે આમાં, તમે ગમે તે સમજાવો. કોઈ ફેર ના પડે! આપડા દેશમાં અર્થશાત્ર.રાજ્યશાસ્ત્ર અને ધર્મ શાસ્ત્ર પર માનસશાસ્ત્ર હવી છે.
બજારમાં લોકો જરૂરિયાત મુજબ નહિ માનસિકતા મુજબ ખરીદી કરે છે .પોલીટીક્સમાં મુદ્દાઓ નહિ સાયકોલોજી ચાલે છે અને ધર્મમાં તો એ પહેલે થી જ છે. ભારતમાં પોતાની દુકાન ચલાવનારા તમામ પ્રજના માનસ સાથે ખેલ ખેલે છે એટલે અંગેજી માધ્યમમાં પણ હકીકત કરતા માનસિકતા વધારે હાવી છે . દુનિયા આખીના શિક્ષણ શાસ્ત્રીઓ ભલે કહેતા હોય કે શિક્ષણનું શ્રેષ્ટ માધ્યમ માતૃભાષા જ છે. પણ અમે પડોસી માંથી નીકળીએ તો શિક્ષણ સ્ત્રી સુધી પહોચીએ . કોઈ એવો સર્વે કે રીસ્સ્ર્ચ નથી કરતુ કે અંગ્રેજી મધ્યમાં દાખલ થવાને કારને બાળકનું ગણિત અને વિજ્ઞાન કાચું રહ્યું અને તે ની કારકિર્દી રોઅલાઈ ગઈ
સત્ય એ છે કે તમે હોશિયાર હો અને અંગ્રેજી તમને આવડે તો તમારી સફળતા ની ઝડપ વધે છે .તમે ગણિત અને વિજ્ઞાનના માસ્ટર હો અને ન્ગેરેજી પણ સારું હોય તો તમારો સિક્કો પડશે પણ માત્ર અંગ્રેજી આવડતું હશે તો શેક્શ્પીય્રના નાટકો નીવતો કરવા કોઈ તમારી પાસે નહિ આવે .ખરીવાત તો એ છે કે માત્ર થોડું અંગ્રેજી અવળે એ સેલ્સમેન થી વધારે રોજગારીની કોઈ તક આપતું નથી અને આવનારા સમયમાં તમે જોજો ગુજરાતના શહેરી વર્ગના બાળકો ખનગી નોકરી કરતા હશે અને ગામડાના ગુજરાતી માધ્યમનાના બાળકો મામલતદાર કે કલેકટર બની ઓર્ડર કરતા હશે. સાવ સાદી વાત આપણે સમજવા જેવી છે કે અંગ્રેજી ભાષા ખુબ મહત્વની અને ઉપયોગી છે. પણ અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન એ બે અલગ બાબત છે .ત જો તમારામાં કોઈ સ્કીલ કોઈ વિશિષ્ટતા છે તો અંગ્રેજી શીખો એ તમને અંતરરાષ્ટ્રીય બજારમાં લાવી ને મૂકી દેશે પણ જો તમે અંગ્રેજી માધ્યમ પાછળ વર્ષો બગાડશો તો તમે ક્યાય ના નહી રહો ..આપડી પાસે ત્રણ પ્રકારના દ્ર્સ્તાન્તો છે
એક એવા મહાન લોકો જેમને પોતાની ભાષમાં જ લખું વિચાર્યું અને દુનિયાને તેમની ગરજ હતી માટે તેમના વિચારો ,લખાણો નું અંગ્રેજી કર્યું ,,બીજા એવા મહાન લોકો હતા જેવો પોતે પણ સમજતા હતા કે મારા વિચારો દુનિયા સામે મુકવા હશે તો તેનું અંગ્રેજી કરવું પડશે અને તેમને પોતે જ પોતાના વિચારો પોતાની ભાષા સિવાય અંગ્રેજી માં પણ લખ્યા અને ત્રીજા …દુન્યના ઘણા દેશોમાં તો ગાડાં પણ અંગ્રેજી બોલે છે . કારણ તેમની તો એ ભાષા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.