દર્દી ડોક્ટર પાસે સારા થવાની પૂરેપૂરી શ્રધ્ધા સાથે જાય. ભગવાન જ સમજે. એક સમાચાર પ્રમાણે દવાની કંપનીઓ ઓછી ગુણવત્તાવાળી દવાઓ બનાવી બજારમાં મૂકે છે. પ્રતિબંધિત દવાઓનું વેચાણ, એક્સપાઈરીડેટનું વેચાણ પણ ગ્રાહકને પધરાવી દેવાય. એના પેકિંગ ચમકતા એટલા ઝીણા અક્ષરોવાળા કે ઉકલી વાંચી શકાય જ નહીં. દર્દીને અઠવાડિયાની દવા લીધા પછી સુધારો, સારૂ નહીં થાય! ખામી ડોક્ટરમાં દેખાવા લાગે. ડોક્ટરપરથી વિશ્વાસ જ ઉઠી જાય. સ્વાનુભવ થયો હતો. ડોક્ટરે પ્રિસ્કીપશનમાં કંપનીના નામ સાથે દવા લખી આપી.
સૂચના આપી કે દવા મને બતાવી જજે. હું દવા ખરીદી બતાવવા ગયો. ડોક્ટરે ટેલીફોન પર કેમીસ્ટને રીતસર ખખડાવ્યો. ‘મે કંપનીનું નામ લખ્યુ છે તેમે તે કંપની દવા આપી નથી’ ‘સ્ટોક નથી એવો સામેથી જવાબ મળતા’ ડોક્ટરસાહેબે પિત્તો ગુમાવ્યો. આ દર્દીને કંઈ થઈ જાય, અવળી અસર, સાઈડઈફેક્ટ થાય તો જવાબદારી કોની? હવે પછી આવું કરતા નહીં… દવામાં ભેળસેળ કરતી, છેડછાડ કરતી કંપનીઓ પર સરકારે ચાપતી નજર રાખવી જરૂરી, પ્રલોભનોમાં ડોક્ટરસાહેબોએ પણ સાવધાન બનવું પડશે.
સુરત – કુમુદભાઈ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જે દેશનો રાજા વેપારી તે દેશની પ્રજા ભિખારી
આ કહેવત ઘણી સાચી લાગે છે. કેમકે આપણા મોદી સાહેબનો વેપારી સાથેના સંબંધ સારા છે. અદાણી, અંબાણી વગેરે વગેરે. મતલબ કે પ્રજાનું જે થાય તે થાય પણ આપણા વેપારીને કંઇ થવું નહીન જોઇએ. મોદી સાહેબ વેપારીઓ સાથે સંબંધ રાખીને વેપારી જેવા થઇ ગયા. પ્રજાનું જે થવાનું હોય તે થાય. વારે તહેવારે ગેસનો ભાવ વધારો કરવો પાંચસોના ડબલ કર્યા તો પણ ધરાયા નથી. સત્તા માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે. લોકોને ધમર નામનું અફીણ પીવડાવ્યા કરે અને પ્રજા ભાનમાન આવે નહિં. આપસમાં લોકોને લડાવ્યા કરે. પ્રજાને પણ શું કહેવાનું? તેને તો જાણે વિચાર કરવાનો સમય નથી. ધર્મના નશામાં ચૂર છે. આપણા અહીં દીપડા અને કૂતરા ઓછા પડયા માટે બહાર દેશથી ચિત્તા મંગાવ્યા. લોકોના પૈસાનું પાણી કરવા માટે. ખોટા ખર્ચા કરવાનું તેમને માટે ડાબા હાથનો ખેલ છે.
ઓલપાડ – રસીક પટેલ દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.