Charchapatra

ચરોતરમાં માર્ચ મહિનો ઠંડો રહેતા વરસાદની પેટર્ન બદલાશે

આણંદ : આણંદ, ખેડા જિલ્લામાં માર્ચ મહિનાની શરુઆતમાં ગરમીનો પારો વધતો હતો છે. જોકે આ વખતે તેનાથી વિપરીત સ્થિત સર્જાઇ છે. જેમાં ઉત્તર ભારતમાં સતત સર્જાતા વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે મહિનામાં સતત કમોસમી વરસાદી વાતાવરણનો મારો જોવા મળ્યો હતો. જેના કારણે તાપમાનમાં અસર આવતા મહિનો એકાતરે ઠંડો રહ્યો હતો. માર્ચ મહિનામાં સામાન્યતઃ તાપમાન 35 ડિગ્રીથી વધુ રહે છે. પરંતુ આ વરસે તે 33 ડિગ્રી આસપાસ રહ્યું હતું.

આધુનિકરણની આંધળી દોડમાં લોકોએ પર્યાવરણને એટલી હદે ખલેલ પહોં છે કે તેની ઋતુ સાયકલમાં ફેરફાર જોવા મળી રહ્યું છે. આ વખતે ચરોતરમાં માર્ચ મહિનો એકાતરે ઠંડો રહ્યો હતો. આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ઉત્તર ભારતમાં આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પ્રમાણમાં થયું હોવાથી તેની અસર રાજસ્થાન અને ગુજરાત પર જોવા મળી હતી. જેના કારણે આ વખતે માર્ચ મહિનો ઠંડો રહ્યો હતો.

જેટલી ગરમી પડવી જોઈએ તેટલી પડી ન હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે દક્ષિણ તરફ આવતા રાજસ્થાન અને ગુજતારના અમુક વિસ્તારમાં સાયક્લોનીકલ સર્કુલેશ સર્જાયું હતુ. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ રહેતું હતું. આથી સુરજના કિરણ વાદળના કારણે ઓછા આવતા તાપમાનમાં વધારો થયો ન હતો. દર વખતે ચોમાસા બાદ ઠંડીની ઋતુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાંચ છ વખત થતુ હોય છે, જેના કારણે કમોસમી વરસાદ આવે છે. જોકે આ વખતે તે સતત ચાલું રહેતા ગરમીમાં વધારો થયો નથી.

ગરમી બરાબર ન પડતા કઈ અસર આવે છે ?
માર્ચ મહિનામાં તાપમાન નીચું રહેતા એકાતરે ઠંડો રહ્યો હતો. જેની વિપરીત અસર વરસાદની પેર્ટનમાં ચેન્જ જોવા મળે છે. ગરમી બરાબર ન પડતા ધરતીનું પડ બરાબર ગરમ થતું નથી. જેના કારણે જ્યારે વરસાદી પવન બને ત્યારે તે કમજોર બને છે. તેનો પ્રોગેસ બરાબર થતો નથી. જેના કારણે ચોમાસું નિશ્ચિત વિસ્તારમાં જ સારી રીતે થાય છે. જ્યારે બીજી જગ્યા પર તેને પહોચતા મોટું થાય છે. આવી રીતે તેની પેર્ટનમાં ફેરફાર જોવા મળે છે.

કમોસમી વરસાદની સીધી અસર કેવી પડે છે ?
ગરમીની ઋતુમાં વરસાદી વાતાવરણ થતા ખેડુતોના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને શિયાળું પાક જે વાવણી બાદ ખુલ્લામાં રાખવામાં આવે છે. આથી વરસાદના થોડા છાટા પડવા પર પણ તેને અસર કરે છે. સાથે સાથે વરસાદી વાતાવરણના કારણે પાકની ગુણવતામાં ઓછપ આવે છે. રોગ જીવાત થતા બીમારી પણ ફેલાય છે.

Most Popular

To Top