Charchapatra

પેપર ફુટવાની સજા નોકરી ઈચ્છુક ઉમેદવારોને!

એપ્રિલ મહીનાની 9 તારીખે ગુજરાત પંચાયત સેવા મંડળની જૂ. ક્લાર્કની પરીક્ષા જે આ અગાઉ પણ પેપર ફુટવાને કારણોસર રદ થઈ ચુકી છે પરંતુ નવી તારીખની જાહેરાત બાદ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણે પેપર ફુટવાના છુપા પ્રયત્ને ઘટનાને માટે ઉમેદવારો ને દોષીત જાહેર કર્યો હોય એવું લાગે છે ! હવે જાણવા અને સમજવા જેવો તર્કબધ્ધ પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર પેપર ફુટવાનાં કારણો જેમકે વહીવટી તંત્રની ખામીઓ શોધી ને તે દુર કરવાને બદલે નોકરી ઈચ્છુક ઉમેદવારો સજા રૂપી પરીક્ષા સ્થળોમાં ધરખમ ફેરફાર કર્યો છે જેમકે ઉત્તરમાં રહેતાં ઉમેદવારને દક્ષિણનું પરીક્ષા સ્થળ અને પૂર્વમાં રહેતા ઉમેદવારને પશ્ચિમ વિસ્તારનું પરીક્ષા સ્થળ ફાળવાયું છે. જે અનુસાર સુરતના ઉમેદવારોને અમદાવાદ, વડોદરા અને સાપુતારાનાં સ્થળો ફાળવ્યા છે. ગુજરાત પંચાયત સેવા મંડળની અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાઓના ઈતિહાસમાં આ દુલર્ભ ઘટના પ્રથમવાર બની છે. જે સંપૂર્ણરીતે અયોગ્ય અને અસ્વીકાર્ય છે આ તો કહેવત અનુસાર કે ‘‘કટે કોણ અને ભરે કોણ ?
સુરત     – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાજધર્મ
માત્ર લોકશાહીમાંજ નહીં, પણ રાજાશાહીમાં પણ ઉત્તમ શાસન તેજ ગણાતું, જ્યાં રાજધર્મનું પાલન થતું હોય. રાજધર્મ એટલે ચીલાચાલુ અર્થમાં કોઈ એક સમુદાય કે સંપ્રદાયની ધાર્મિક માન્યતા નહીં પણ રાજ્યના તમામ વર્ગોના કલ્યાણ માટેનું શાસન, જેમાં ન્યાય, સત્ય, પ્રેમ, અહિંસા સાથેનું સ્વચ્છ રાજ ચાલતું હોય, સૌને માટે સમાનતા ચાલતી હોય. અત્યાચારો, આતંક અને રમખાણો નામશેષ થઈ ગયાં હોય, કોઈપણ પ્રકારની કટ્ટરતા, વેરઝેર, નફરતને સ્થાન ન હોય. રાજધર્મની સાથે કર્તવ્યને અભિન્ન સંબંધ રહે છે. આથી જ જ્યારે દિલ્હીના એક માર્ગનું નવું નામ ‘‘કર્તવ્યપથ’’ આપવામાં આવ્યું ત્યારે યથા યોગ્ય નિર્ણય લેવાયો. અંગ્રેજોના ગુલામીના શાસન વખતે તેનું નામ ‘કિંગ્સ વે’ હતું.

આઝાદી બાદ તેને બદલીને ‘‘રાજપથ’’ કરી દેવામાં આવ્યું હતું અને દર પ્રજાસત્તાક દિને ભવ્ય પરેડનું ત્યાં આયોજિત થતું રહ્યું છે. આમ છતાં તેના નામમાં કાંઈક ખૂટતું હતું. પ્રજાસત્તાક પરિસ્થિતિમાં સત્તાના સૂત્રધારોએ શાસનમાં પ્રજાલક્ષી કર્તવ્યનેજ ધ્યાનમાં રાખીને સતત ચાલવું જોઈએ. આમ આ માર્ગનું નવું નામ રાજધર્મને અનુરૂપ કર્તવ્યનો સંદેશો સતત દર્શાવતું રહેશે. ‘‘કર્તવ્ય પથ’’ લોકશાહી માર્ગ માટે માર્ગદર્શક ગણી શકાય.

Most Popular

To Top