World

ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં આતંકી હુમલો, 3 લોકોના મોત

નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એક બાદ એક હુમલા (Attack) થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવ (Tel Aviv) અને પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં આતંકી હુમલા (Terrorist Attack) કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં કુલ ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ તેલ અવીવના ભીડભાડવાળા વિસ્તારમાં એક કાર ઘુસી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ સાથે જ પશ્ચિમ કાંઠે એક કાર પર ગોળીબાર થયો હતો, જેમાં બે ઇઝરાયેલી બહેનોના મોત થયા હતા. ઈઝરાયેલે આ હુમલા પાછળ પેલેસ્ટાઈનનો હાથ હોવાનું જણાવ્યું છે. ઈઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં 16 અને 20 વર્ષની બે બહેનોના મોત થયા હતા અને તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને બહેનો મૂળ બ્રિટિશ નાગરિક છે.ઈઝરાયલી સેનાએ જણાવ્યું કે હમરાના યહૂદી વસાહત પાસે ત્રણ લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમાં બે બહેનો અને તેમની માતા હતી. જ્યારે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમણે જોયું કે ત્રણેયને ગોળી વાગી હતી.

ઈઝરાયેલના PM એ હુમલા વિશે શું કહ્યું?
ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે ક્રૂર આતંકવાદીઓએ બંને યુવાન બહેનોની હત્યા કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અમારી જમીન પર ઘૂમી રહ્યા છે, પરંતુ અમારા સુરક્ષા દળો તેમનો પીછો કરી રહી છે. ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

ઈટલીએ આતંકવાદી હુમલાની નિંદા કરી છે
તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિ ઈટલીનો રહેવાસી હતો. આ મામલે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે આ કાયરતાપૂર્ણ હુમલો છે. હુમલાની નિંદા કરતા તેમણે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકની ઓળખ રોમના એલેસાન્ડ્રો પરિની તરીકે થઈ છે. મેલોનીએ કહ્યું કે ઈટાલી ઈઝરાયેલની સાથે મક્કમતાથી ઉભું છે.

હમાસે હુમલાની પ્રશંસા કરી છે
પોલીસનું કહેવું છે કે આ આતંકવાદી હુમલા છે. તેલ અવીવમાં કાર ચાલક આ રીતે ભીડમાં કેમ ઘૂસી ગયો તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેની પાછળ પેલેસ્ટાઈનનો હાથ છે. બીજી તરફ, પેલેસ્ટાઈનના હમાસે હુમલાની પ્રશંસા કરી છે, પરંતુ આ હુમલાની જવાબદારી હજી સુધી લીધી નથી.

ઇઝરાયેલ પર થયા ઘણા હુમલાઓ
આ હુમલાના એક દિવસ પહેલા અલ-અક્સા મસ્જિદ પર ઈઝરાયેલની કાર્યવાહી બાદ આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા કર્યા હતા. સાથે જ લેબનોન તરફથી પણ ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટીમાં હમાસના મોરચાને હવાઈ હુમલો કરીને નષ્ટ કરી નાખ્યું હતું.

ગાઝા પટ્ટીમાં પણ વિસ્ફોટ થયા હતા.
ગયા ગુરુવારે ગાઝા પટ્ટી પર 2 વિસ્ફોટોનો અવાજ પણ સંભળાયો હતો. જો કે શરૂઆતમાં કોને નિશાન બનાવાયા તે જાણી શકાયું નથી. પરંતુ ઇઝરાયેલે પાછળથી કહ્યું કે તેના યુદ્ધ વિમાનોએ ટનલ અને હમાસના હથિયારો બનાવવાની જગ્યાઓને નિશાન બનાવી છે. ઈઝરાયેલ હમાસને આતંકવાદી સંગઠન માને છે. ગાઝા પટ્ટી પર હમાસનું નિયંત્રણ છે.

ઈઝરાયેલ પર ઘણા રોકેટ છોડવામાં આવ્યા હતા
તાજેતરમાં જ ગાઝાથી 25 અને લેબનોનથી 34 રોકેટ ઈઝરાયેલ પર છોડવામાં આવ્યા હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે તેને 2006 પછીનો સૌથી મોટો રોકેટ હુમલો ગણાવ્યો હતો. સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, હમાસ દ્વારા છોડવામાં આવેલા મોટાભાગના રોકેટ ડિફ્લેક્ટ થઈ ગયા હતા. આ હુમલામાં બે લોકોને થોડી ઈજા થઈ હતી. તે જ સમયે, આ હુમલા પછી, ઇઝરાયેલના પીએમ જેમિન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની બેઠકમાં કહ્યું હતું કે ઇઝરાયેલના જવાબની આપણા દુશ્મનોને મોટી કિંમત ચૂકવવી પડશે.

Most Popular

To Top