SURAT

આ છે સુરતના ઇશા અને આકાશ અંબાણી, યંગસ્ટર્સ માટે બન્યા રોલમોડલ

ભાઈ-બહેન કે ભાઈ-ભાઈ એક જ પ્રોફેશનમાં, જેમકે, ડૉક્ટર કે વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રોફેશનમાં હોય અને સાથે જ એક જ ઓફિસમાં બેસીને પોતાના વ્યવસાય કે બિઝનેસને આગળ ધપાવતા હોય તેવા કિસ્સા ઓછા હોય છે. 10 એપ્રિલને આખી દુનિયામાં ‘સિબ્લિંગ ડે’ તરીકે ઉજવાય છે.ઘણા સુરતી સિબ્લિંગ્સ આ િદવસ ઉજવવા માટે તૈયારી કરી રહયા છે. પરંતુ સુરતીઓ સિબ્લિંગ્સ ડે કઈ રીતે ઉજવશે તેની અહીંયા આપણે વાત નથી કરવી. વાત કરવી છે સુરતના એવા સિબ્લિંગ્સની કે જેઓ એક જ છત નીચે બેસીને પોતાના બિઝનેસ કે વ્યવસાયને સફળ બનાવી અન્યોને સાથે વ્યવસાય કરીને આગળ વધવાની પ્રેરણા આપી રહ્યાા છે.

ફ્લાવર્સ ડેકોરેશનનો બિઝનેસ સાથે કરીએ છીએ, પણ ડીસીઝન મારા રહે છે જેમાં ભાઈનો સપોર્ટ રહે છે: જાગૃતિબેન પટેલ
જાગૃતિબેન પટેલ અને સંજયભાઈ પટેલ બંને ભાઈ-બેન ફ્લાવર્સ ડેકોરેશનનો બિઝનેસ છેલ્લા 10 વર્ષથી સાથે કરે છે. અમે બંને ભાઈ-બહેન મેરેજમાં ફ્લાવર્સ ડેકોરેશનનું કરીએ છીએ. મેરેજની ગાડી, બગીને ફૂલોથી શણગારવી ઉપરાંત દુલ્હનના ફૂલોના ઓર્નામેન્ટ્સ બનાવવા, દુલ્હા-દુલ્હનના હાર બનાવવા. ક્યારેક અમારા ભાઈ-બહેન વચ્ચે ગ્રાહક પાસેથી એડવાન્સમાં પૈસા લેવા બાબતે રકઝક થાય પણ હું ભાઈ કરતા મોટી હોવાથી ડીસીઝન હું લઉં છું. પણ જો કોઈ વાતને લઈને ભાઈને ખોટું લાગે તો એ વાત કરવાની બંધ કરે તો હું જ વાતચીત માટે પહેલ કરું. આમ તો ફ્લાવર્સ ડેકોરેશનનો બિઝનેસ પુરુષો વધારે કરે છે. પણ હું મહિલા તરીકે આ બિઝનેસમાં સફળ થઈ છું તો એમાં મારા ભાઈનો સપોર્ટ ખૂબ રહ્યો છે. અમારા ભાઈ-બેનના એકબીજાના સહકારને કારણે જ અમે 10 વર્ષથી આ બિઝનેસમાં ટકી રહ્યા છીએ.

બંને ભાઈ-બહેનનું સપનું C.A.બનવાનું હતું, હવે સાથે પ્રેક્ટિસ કરી સફળતાનાં દ્વારે પહોંચ્યા છીએ: વિરાજ દીવાન
વિરાજ દીવાન અને તેમના ભાઈ ધ્રુવાંગ દીવાન C.A. છે. વિરાજ દિવાને જણાવ્યું કે અમારા ફાધર હિરેનભાઈ દીવાન શહેરના જાણીતા C.A. છે. તેમને ક્લીન પ્રેક્ટિસ કરતા જોઈ અમને ભાઈ-બહેન પણ C.A. બનવાનું સપનું હતું. અમે બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા બાદ સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. બાળપણમાં ભાઈ-બહેન T.V.ના રિમોટ માટે લડતા. એક બીજાની સ્ટડી માટે રાતના ઉજાગરા કરતા. આજે સાથે મળીને અમે પ્રેક્ટિસ કરી અમારી ફર્મને મજબૂત બનાવી છે. અમે બંને રોજના 7થી 8 કલાક ઓફિસમાં સાથે જ હોઈએ છીએ. અમારી સફળતાની ચાવી એટલે હાર્ડ વર્ક અને ભગવાન પર વિશ્વાસને માનીએ છીએ.

પાપડના બિઝનેસમાં 21 વર્ષથી સાથે છીએ: ચેતનાબેન પટેલ
ચેતનાબેન પટેલ અને તેમના નાના ભાઈ યોગેશભાઈ 21 વર્ષથી સાથે પાપડનો બિઝનેસ કરી રહ્યા છે. બીજી બહેનોને ઘરે પાપડ બનાવવા આપે છે અને તૈયાર થયેલા પાપડ દુકાનોમાં વેચવાનું કામ ભાઈ-બહેન કરે છે. ચેતનાબેને જણાવ્યું કે અમારા ઘરની સ્થિતિ થોડી નબળી પડી હતી ત્યારે મારા મોટાભાઈ પ્રદીપભાઈના સસરાએ પાપડના બીજનેસનો આઈડિયા આપ્યો હતો અને મશીન માટે આર્થિક મદદ પણ કરી હતી. પહેલા અમારા મોટા ભાઈ પણ અમારી સાથે આ જ બિઝનેસમાં હતા. જોકે, હવે મોટા ભાઈ અમારી સાથે બિઝનેસમાં નથી. મારો નાનો ભાઈ યોગેશ પાપડ બનાવવાનો કાચો માલ બારડોલીમાં પાપડ બનાવતી બહેનોને આપવા જાય. પાપડ તૈયાર થઈ ગયા બાદ તે માલ લેવા પણ જાય છે. હું અને મારો ભાઈ બંને મળીને દુકાનોમાં આપવા જઈએ. ક્યારેક આ કામથી થાકી જાય તો થોડો કકળાટ કરે પણ પછી હું તેને મનાવી લઉં છું. હું અપરણિત છું જ્યારે યોગેશભાઈના મેરેજ થઈ ગયા છે. હું અને મારા ભાઇનો પરિવાર સાથે જ રહીએ છીએ. મારા બંને ભાઈઓ અને મારી અથાક મહેનતને કારણે આજે અને આ બિઝનેસમાં સફળ થયા છીએ.

Most Popular

To Top