આણંદ : ચરોતરમાં માર્ચની શરુઆતથી કમોસમી વરસાદ દર થોડા દિવસે આવી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ અંગે હવામાનવિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં યોજાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે નીચે આવતા રાજસ્થાનમાં સાયક્લોનીકલ સર્કુલેશન સર્જાતા વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. ક્લાઈમેટ ચેન્જના કારણે આ વખતે દરમિયામાં સાયક્લોન સર્જાવાનું પ્રમાણ વધ્યુ છે. જેના કારણે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રુપે કમોસમી વરસાદી વાતાવરણ સર્જાય છે. આ વખતે તેનું પ્રમાણ વધતા રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા રહેલી છે. સામાન્યતઃ એપ્રીલમાં 40 ડિગ્રી જેટલુ તાપમાન રહે છે, જોકે આ વખતે કમોસમી વરસાદના કારણે તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહ્યું છે.
ચરોતરમાં વાદળોની અવર જવર વચ્ચે ગરમીમાં ઘટાડો
By
Posted on