Dakshin Gujarat

વરાછાના યુવકે મંગાવેલો લાખો રૂપિયાનો દારૂ અહીંથી પકડાયો

પલસાણા: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Prohibition) છે પરંતુ અવારનવાર મોટા જથ્થામાં દારૂ પકડાતો રહે છે. સુરતના પલસાણા (Palsana) નજીક આવેલા કામરેજ (Kamrej) તાલુકાના કોસમટી પાટીયા પાસેથી પલસાણા પોલીસે એક ટ્રકના ચોરખાનામાંથી તો પોલીસની બીજી ટુકડીએ અબ્રામા ગામની સીમમાં એક કારમાંથી લાખો રૂપિયાનો દારૂ (Caught Liquor) પકડ્યો છે.

પલસાણા સુરત ગ્રામ્ય એલસીબી ને મળેલી બાતમી ના આધારે કામરેજ તાલુકાના કોસમડી પાટિયા પાસે ઉભી એક ટ્રક ના ચોર ખાના માંથી ત્રણ લાખ થી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો તેમજ બીજા એક બનાવ માં અબ્રામા ગામ ની સીમમાં દારૂ સગેવગે કરતી એક કાર માંથી 1.90 લાખ નો દારૂ સાથે પાંચ લાખ થી વધુ નો દારૂ નો જથ્થો ઝડપી દેવામાં આવ્યો હતો.

સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ASI અશ્વિનભાઇ ચીમનભાઇ તથા પો.કો અલ્તાફભાઈ ગફુરભાઈ ને બાતમી મળી હતી કે ટાટા ટ્રક નં.HR-55-1-6054માં ચોરખાનામાં વિદેશી દારૂ ભરીને લાવવામાં આવ્યો છે. આ ટ્રક કોસમાડી પાટીયા પાસે ઉભી છે અને ત્યાથી સગેવગે કરવાની પેરવીમાં છે.

બાતમી આધારે સ્થળ ઉપર રેડ કરતા ત્યાંથી વિદેશી દારૂ ની બોટલ નંગ 393 કિંમત 326100 નો માલ મળી આવ્યો હતો ત્યાં ઉભેલી ટ્રક નો ક્લીનર અશોકકુમાર સાયગલ (ઉ.વ 45 રહે રોહતક હરિયાણા)ની અટક કરી હતી. જયારે પોલીસ ને જોઈ ભાગી જનાર ટ્રક ડ્રાઈવર સાહીલ સાયગલ (રહે વોડ નંબર -૧ ઇન્સરાકોલોની રોહતક હરિયાણા) અને માલ મંગાવનાર રાજેન્દ્ર (રહે બારડોલી) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય બનાવમાં જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે કામરેજના અબ્રામામાં મોટા વરાછા ખાતે રહેતો માંગીલાલ મારવાડી અને અંત્રોલી ગામ ખાતે રહેતો રઘુભાઈ ભકાભાઈ સભાડ સાગરીતો સાથે મળી અબ્રામા ગામની સીમમાં અબ્રામાથી ભરથાણા જતા રોડની બાજુમાાં આવેલા ખેતરડી રસ્તા ઉપર વિદેશી દારૂનો જથ્થો મંગાવી ત્યાંથી જથ્થો સગે વગે કરી રહ્યાં છે. બાતમીના આધારે રેડ કરતા પોલીસને જોઈ ફોરવ્હીલ ગાડી મુકી ત્યાંથી ત્રણ ઈસમો નાસી ગયા હતા.

પોલીસે ત્રણે આરોપી દારૂ મંગાવનાર માંગીલાલ મારવાડી (રહે વરાછા સુરત) અને રઘુ ભકાભાઈ સભાડ અને એક કાર ચાલક જેના નામ ની ખબર નથી તેમજ દારૂ નો જથ્થો મોકલનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને પોલીસે સ્થળ ઉપરથી 1488 નંગ બિયર કિંમત 190800 નો દારૂ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. આમ જિલ્લા એલસીબી ધ્વરા કામરેજ તાલુકાના એ અલગ અલગ ગામોમાંથી કુલ 5,16,900 નો દારૂ ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top