SURAT

સુરત: સસ્તામાં હીરા વેચવાના બહાને છેતરપિંડી કરનાર આરોપી પોલીસ સ્ટેશનમાં દારૂ પી ને આવ્યો અને..

સુરત: (Surat) મુંબઈના વેપારી (Trader) સાથે સસ્તામાં હીરા (Diamond) બતાવવાની લાલચે 6.50 લાખની છેતરપિંડી કરનાર આરોપીને પુછપરછ માટે બોલાવતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દારૂ (Alcohol) પીને આવ્યો હતો. પોલીસે તેની સામે પીધેલાનો વધુ એક ગુનો દાખલ કર્યો હતો.

મુંબઈના વેપારી સાથે ઈવીવીએસ બે હિરા સસ્તામાં વેચવાના બહાને 21.50 લાખ નક્કી કરી 6.50 લાખ એડવાન્સમાં મેળવી છેતરપિંડી કરવામા આવી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા આ અંગે પ્રદિપ છગન સતાણી, મેહુલ વિનુ રીબડીયા અને ખુશાલભાઈની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. મહિધરપુરા પોલીસે આ ગુનામાં આરોપીઓને નિવેદન અને પુછપરછ માટે બોલાવ્યા હતા. આરોપી પ્રદિપ છગન સંતાણી (ઉ.વ.36, રહે.વૈભવ લક્ષ્મી રેસીડેન્સી, મોટાવરાછા) પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. ત્યારે તેની આંખો લાલચોળ હતી. અને લથડીયા ખાતા હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. જેથી પોલીસે તેનું સ્મીમેર હોસ્પિટલમાં લોહીના સેમ્પલ લેવડાવી તેની સામે દારૂ પીધેલાનો ગુનો દાખલ કર્યો હતો.

એલએન્ડી કંપની સાથે 1.20 કરોડની ઓન લાઇન છેતરપિંડી
સુરત : એલએન્ડટી કંપની દ્વારા અમેરિકન કંપની કેબીઆરને અપાયેલા વર્ક કોન્ટ્રાકટનુ બિલ કોઇ ઠગ ઓન લાઇન બારોબાર લઇ ગયો હતો. ઠગ દ્વારા કંપનીના ઇમેઇલ પર ઇનવોઇસ મોકલવામાં આવતા એલએન્ડટી કંપની દ્વારા અમેરિકન બેંક દ્વાર નાણા જમા કરાવવામાં આવ્યા હતા. એલએન્ડટી કંપનીના આસી. મેનેજર સોમીલાલ કેતનભાઇ શાહ ઉ. વર્ષ 28 દ્વારા સુરત સાયબર ક્રાઇમમાં છેતરપિડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં અમેરિકાનુ બેંક એકાઉન્ટની ડીટેઇલ આપીને કોઇ ઠગ દ્વારા 1.50 લાખ ડોલર ટ્રાન્સફર કરાવી લીધા હતા. ગઇ તા. 31 માર્ચથી 13 મે 2022 દરમિયાન કોઇ અજાણ્યા ઇસમ દ્વારા અમેરિકન કંપની કેલોગ બ્રાઉન એન્ડ રૂફ કંપનીના ઇમેઇલ આઇડી પરથી આલોક ડોટ ટાનવડે ડોટ કેડીઆર પર 3 આરડી માઇલ સ્ટોનનુ ફાયનલ પેમેન્ટ માટે ઇનવોઇસ મોકલ્યુ હતુ.

તેમાં યુએસની ચેસ બેંકના ખાતામાં ડોલર ટ્રાન્સફર કરવા માટે ડીટેઇલ આપી હતી. દરમિયાન આ ઇનવોઇસને સાચુ માનીને એલએનડટી લિમીટેડ દ્વારા 1.50 લાખ ડોલર ટ્રાન્સફર કર્યા હતા. અંદાજે 1.20 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામા આવી હતી. એલએન્ડટી હેવી એન્જિનિયરીંગ આઇસી કંપનીનો અમેરિકન કંપની કેબીઆર સાથે 6 કરો઼ડનો કરાર થયો છે.દરમિયાન આ કંપનીના ફી પેટે નાણા લેવાનુ બાકી છે જણાવીને કોઇ ઠગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાં કંપનીના ઇમેઇલ પર ઇનવોઇસ મોકલવામાં આવતા સ્થાનિક એલએન્ડટી દ્વારા દોઢ લાખ ડોલર અમેરિકન બેંકમાં મોકલી આપવામાં આવ્યા હતા. બાદમાં કોઇ ઠગ દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હોવાનુ માલૂમ પડતા છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top