વડોદરા: વડોદરાના જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ચાંદીના રથમાં વડોદરા શહેરના રાજમાર્ગ પર મહાવીર સ્વામી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી હતી. અહિંસા પરમો ધર્મ નો બોધ આપનાર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ (દિવસ) ને વડોદરા જૈન સંઘના શ્રાવક અને શ્રવિકાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવ્યો હતો.
સવારે 9.30 કલાકે ચાંદીના રથમાં વડોદરા શહેરમાં આવેલ આપના બજાર ખાતે થી શહેરના રાજમાર્ગ પર મહાવીર સ્વામી ભગવાનની રથયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વિવિધ જૈન મંડળ જોડાયા હતાં અને શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ જૈન સંઘ દ્વારા સરબત અને લાડુ વિતરણ કરાયા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરાના જૈન ધર્મના અગ્રણીઓ અને યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી.