નવી દિલ્હી: અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ પોર્ન સ્ટાર (Porn Star) સાથે જોડાયેલા કેસમાં મૈનહટ્ટન કોર્ટ (Manhattan Court) પહોંચ્યા હતા. ત્યાં પહોંચતાની સાથે જ પોલીસે તેમની ધરપકડ (Arrest) કરી લીધી હતી. આ ઉપરાંત તેઓને કોર્ટમાં હાજર કરવામાં આવે તે પહેલા તેઓના વિરોધીઓનો કોર્ટની બહાર જમાવડો ભેગો થયો હતો. આ ઉપરાંત જાણકારી મુજબ ટ્રંપ ટાવરથી લઈ મૈનહટ્ટર કોર્ટ સુધી 35000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સુનાવણી થયાના થોડાં સમય પછી વ્હાઈટ હાઉસ તરફથી એક જાણકારી સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રંપની ધરપકડ કંઈ મોટો મુદ્દો નથી. જયારે ટ્રંપે કહ્યું હતું કે મને માનવામાં નથી આવતું કે આ બધું અમેરિકામાં થઈ રહ્યું છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ટ્રમ્પે કોર્ટમાં હાજર થતા પહેલા કેસની સુનાવણી મૈનહટ્ટનની બહાર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું કે આ ખૂબ જ અન્યાયી જગ્યા છે. અહીં કેટલાક વિસ્તારોમાં માત્ર એક ટકા લોકોએ રિપબ્લિકનને મત આપ્યો છે. આ કેસની સુનાવણી મૈનહટ્ટનની બહાર થવી જોઈએ. મૈનહટ્ટનના જજ અને તેમના પરિવાર વિશે એ વાત જાણીતી છે કે તેઓ ટ્રમ્પ વિરોધી છે. છેલ્લા કેસમાં તેમણે ખોટો ચુકાદો આપ્યો હતો. જજની પુત્રીએ કમલા હેરિસ માટે કામ કર્યું છે અને હવે તે બિડેન-હેરિસ અભિયાન માટે કામ કરી રહી છે.
કયા કેસમાં ફસાયા છે ડોનાલ્ડ ટ્રંપ?
જાણકારી મુજબ આ કેસની શરૂઆત 2006માં થઈ હતી. 2006માં ગોલ્ફ ટુર્નામેન્ટ પછી ટ્રંપે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને બોલાવવાનો આરોપ છે. આ પછી સ્ટોર્મીએ એવો દાવો કર્યો છે કે તેઓ તેઓ વચ્ચે તે સમયે શરીર સંબંધ બંધાયો હતો. આ પછી 2016ની ચૂંટણી સમયે ડોનાલ્ડ ટ્રંપે સ્ટોર્મીને તેનું મોઢું બંધ રાખવા માટે 1.30 લાખ ડોલર આપ્યા હતા. ઉપરાંત આ રુપિયા ટ્રંપે ઈલેકશન ફંડમાંથી આપ્યા હોય તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે, મેનહટનની ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પને 2016ના અભિયાનના ભાગરૂપે એક પોર્ન સ્ટારને ગુપ્ત રીતે પૈસા ચૂકવવાના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા.