કામરેજ: (Kamrej) ખોલવડના ઓપેરા પેલેસમાં રહેતા રત્નકલાકારની (Diamond Worker) પત્નીના મોબાઈલ ફોન (Mobile Phone) ઉપર તેમજ સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં લખાણો મોકલનાર તેમજ ફોન કરીને ધમકી આપનાર સુરતના ઇસમ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. કરી ફોન કરીને ધમકી (Threat) આપનાર સુરતના ઈસમ સામે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અમરોલીના કુખ્યાત અનિલ માંગુકિયાની ધરપકડ કરી છે.
- ‘તમારે દુશ્મની વધારવી છે?, મારી ઉપર અલગ અલગ 49 ગુના નોંધાયા છે’
- ખોલવડના રત્નકલાકારની પત્નીને ધમકી આપનાર અમરોલીના કુખ્યાત અનિલ માંગુકિયાની ધરપકડ
- બે દિવસ અગાઉ પણ સાંજે 4.30 કલાકે પત્નીના ફોનમાં અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો, બાદમાં રાત્રિના પત્નીના નંબર ફોન કરીને જણાવેલ કે તમારા પતિને ફોન આપો
આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના બોડીગીર ગામના વતની અને હાલ કામરેજના ખોલવડ ગામે ઓપેરા પેલેસ એફ-3 ફલેટ નંબર 401માં રહેતા રોહિત રમેશભાઇ રૂપાપરા રત્નકલાકાર છે. ત્રણ દિવસ અગાઉ સવારે તેમના મિત્ર ઉમેશ મારડિયાએ ફોન કરીને તેમને કહ્યું હતું કે, અનિલ માંગુકીયા નામના ઈસમે ફેસબુક ઉપર તમારા પરિવાર વિશે અભદ્ર ભાષામાં લખાણ સાથેની પોસ્ટ મૂકી છે. બે દિવસ અગાઉ પણ સાંજે 4.30 કલાકે પત્નીના ફોનમાં અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો. બાદમાં રાત્રિના પત્નીના નંબર ફોન કરીને જણાવેલ કે તમારા પતિને ફોન આપો તેમ કહી ફોન કરનાર ઈસમ તમારે દુશ્મની વધારવી છે? મારી પર અલગ અલગ 49 જેટલા ગુના નોંધાયેલા છે અને મારો ઈતિહાસ જોઈ લેજે તેમ કહીને ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી.
તેણે ફોન ઉપર કહ્યું હતું કે, ઘરની બહાર નીકળવું ભારે પડી જશે લસકાણાના ભરવાડો અને દરબારો મારા મિત્રો છે. આ બંને ઘટના બાદ રોહિત રૂપાપરાએ કામરેજ પોલીસ મથકમાં અનિલ માંગુકીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં કામરેજ પોલીસે અનિલ કાળુભાઈ માંગુકિયા (હાલ રહે.ડી-2 ફલેટ નંબર 304, સ્વીટ હોમ રેસિડેન્સી, ન્યુ કોસાડ રોડ,અમરોલી અને મૂળ રહે.ખીજડિયા, તા.પાલિતાણા, જિ.ભાવનગર)ની અટક કરી કઠોર કોર્ટમાં રજૂ કર્યો હતો. અનિલ સામે સુરત શહેરના કાપોદ્વા, સરથાણા, અમરોલી, ડી.સી.બી સહિતના પોલીસ મથકમાં 21 જેટલા ગુના નોધાયા છે.