વડોદરા : શહેરના મકપુરા વિસ્તારમાં વકીલના ઘરમાંથી સોનાના દાગીના,રોકડ અને મોબાઇલ મળી 2.87 લાખની મત્તા ચોરી થઇ હતી. ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સવારેના સમયે વકીલના માતા દૂધ લેવા માટે ગયા ત્યારે એક મહિલા ટેબલ પર મૂકેલા દાગીના સહિતના મત્તા લઇને ફરાર થઇ ગઇ હતી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મકરપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચેમ્બર્સમાં રહેતા ધૃપ્તિ મનુભાઇ ત્રિવેદી (ઉં.વ.30) વકીલાત કરે છે. તેઓ રાબેતામુજબ રાત્રીના સમયે જમી પરિવારીને તેમના બેઠકરૂમ આવેલા ટેબલ પર સોનાના પેન્ડલ સાથેની ચેઇને, ત્રણ વિટી તથા મોબાઇલ મુકતા હતા. 27 માર્ચના રોજ પણ તેઓ પોતાની મોબાઇલ સહિતની સોનાની વસ્તુઓ રાત્રે જમીને ટેબલ પર મુકી હતી.
ત્યારબાદ બેડરૂમમાં જઇને ઉંઘી હતી.બીજા દિવસ સવારે તેમની માતા અંજનાબેન દૂધ લેવા માટે ગયા હતા અને પોણા આઠે વાગે દૂધ લઇને પરત આવ્યા હતા ત્યારે ટેબલ પર મુકેલી વસ્તુઓ જણાઇ ન હતી. જેથી તેઓ વકીલને આવીને જણાવ્યું હતું તે ટેબર પર મૂકેલી વસ્તો દેખાતી નથી. જેથી તેઓ ઘરમાં તમામ વસ્તુઓની શોધખોળ કરી હતી પરંતુ કાઇ મળ્યુ ન હતું. જેથી તેઓ મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં એક મહિલા સવારે 7.30 વાગે ઘરમાં પ્રવેશ કરે છે અને ટેબલ મૂકેલા સોનાના દાગીના અને મોબાઇલ લઇને ફરાર થઇ જાય છે. જેથી વકીલએ અજાણી મહિલા સામે 2.87 લાખ મત્તાની ચોરી ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.