SURAT

સુરતનાં મહિલા ડેન્ટિસ્ટે મલેશિયામાં ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન ટાઇટલ જીત્યું

સુરત: વિશ્વમાં ટફ ગણાતી રમતો પૈકીની એક ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન સ્પર્ધામાં સુરતની લેડી ડોક્ટરે ટાઇટલ જીત મેળવી છે. સુરતનાં જાણીતા ડેન્ટિસ્ટ ડૉ.હેતલ તમાકુવાલાએ મલેશિયામાં ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન ટાઇટલ જીત્યો છે.16 કલાકમાં 3.8 કિમી દરિયામાં સ્વિમિંગ, 180 કિમી સાયકલિંગ અને 42 કિમી રનીંગનાં ત્રણેય ટાસ્ક માત્ર 15 કલાક અને 40 મિનિટમાં સફળતા પૂર્વક પૂર્ણ કરી આયરન મેનનું ટાઇટલ મેળવવા સફળ રહ્યા છે.

  • ટફ ઇન્ટરનેશનલ સ્પર્ધા પૈકીની એક સ્પર્ધામાં સુરતી લેડી ઝળકી
  • ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન પૂર્ણ કરનાર ડૉ.હેતલ તમાકુવાલા ભારતના નવમા અને ગુજરાતના બીજા મહિલા એથલીટ બન્યા

તેઓ આવી સિદ્ધિ મેળવનાર સુરતનાં બીજા મહિલા છે. આ અગાઉ ડો.મીના વાંકાવાલાએ આવી સિદ્ધિ મેળવી હતી. આ સાથે ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન પૂર્ણ કરનાર ડૉ.હેતલ તમાકુવાલાએ મલેશિયા ખાતે યોજાયેલી અતિ કઠીન ગણાતી ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ડૉ. હેતલ ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરનારા ભારતના નવમા મહિલા એથલીટ અને ગુજરાતના બીજા એથલીટ છે અને દેશના પહેલા મહિલા ડેન્ટિસ્ટ છે.

કોઝવે અને તાપી નદીમાં સ્વિમિંગની અને સુરતથી સાપુતારા સાયકલિંગની પ્રેક્ટિસ કરી: ડો. હેતલ તમાકુવાલા
ડૉ. હેતલ તમાકુવાલાએ સંબોધતા જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા સુરત મનપા દ્વારા યોજાયેલી બે કિમીની દોડમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ જીત્યો. ત્યારથી તબીબી વ્યવસાય સાથે જ એથલેટિક બનવાના લક્ષ્ય સાથે આકરી પ્રેક્ટિસ શરૂ કરી. સ્પર્ધા માટે તાલીમના 7 કલાક અને દિવસમાં 7 કલાકની ઊંઘ. ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોનમાં દરિયામાં સ્વિમિંગ કરવાનું હોવાથી સ્વિમિંગની પ્રેક્ટિસ SDCA લાલભાઈ સ્વિમિંગ પુલ સાથે જ તાપી નદી અને કોઝવેમાં કરી, જ્યારે સાયકલિંગની પ્રેક્ટિસ માટે સુરતથી સાપુતારા અને સુરતથી ડાંગનો રૂટ અને સુરત શહેરના માર્ગો પસંદ કર્યા હતા.

પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પૂર્ણ કરવાનો પણ વિક્રમ સ્થાપિત કર્યો
ડૉ. હેતલે મલેશિયા ખાતે ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા સાથે જ પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. સુરત સહિત ગુજરાતની કોઈ મહિલા કે પુરુષ એથલીટે આ સિદ્ધિ મેળવી નથી. ડૉ.હેતલે 2 ઑક્ટોબર, 2022 ના રોજ કોલ્હાપુર ખાતે હાફ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી બીજુ ઈનામ મેળવ્યું હતું. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ ગોવા ખાતે હાફ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી જેમાં બીજો ક્રમ મેળવ્યો હતો. 1 જાન્યુઆરી, 2023 ના રોજ ગુરૂશીખર ચેલેન્જમાં ભાગ લઈ મહેસાણાથી માઉન્ટ આબુ થઈ ગુરુ શિખર સુધી 183 કિમી સાયકલિંગ કરી આ ચેલેન્જ પૂર્ણ કરવા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ કોણાર્ક ખાતે યોજાયેલી ફૂલ આયરન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન તેમને એક બે નહીં પણ પાંચ વખત અકસ્માત નડ્યા અને તેમાં તેમના હાડકાઓમાં ફ્રેકચર પર થયું તેમ છતાં સાજા થઈને તેમણેફરી પ્રેક્ટિસ જારી રાખી અને હિંમત હાર્યા વગર તેઓ લક્ષ્યને પામવા માટે આગળ વધતા રહ્યાં હતાં.

Most Popular

To Top