વડોદરા: મહાનગર પાલિકાના સમિતિના ચેરમેન દ્વારા ખટંબામાં તૈયાર કરવામાં આવેલા કેતન શેડની મુલાકાત લેવામાં આવી હતી.જ્યાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તેને વધુ ક્ષમતા અને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ટીમ સાથે ચર્ચા વિચારણા કરી હતી. શહેરમાં રખડતા ઢોરોને લઈને જે પ્રકારે અકસ્માતોની ભરમાર સર્જાઈ રહી છે. ત્યારે ખટંબા સ્થિત ઢોર ડબ્બાની ક્ષમતા વધારવાની સાથે શહેરમાં રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશને પણ વેગ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સતત ચાલતી પ્રક્રિયામાં અને ચારે તરફથી જે પ્રશ્નોનો વિષય હોય છે.
એમાં ખાસ કરીને પશુધનની જો વાત કરીએ તો ચારે તરફ કોર્પોરેશન એ એક જે પ્રકારની કામગીરી લીધી છે.એમાં પશુને પકડવાથી માંડીને એની માવજતથી માંડીને એને રાખ રખાવની જે સ્થિતિ છે.તે સુધીમાં અમે ખટંબા મુકામે નવો કેટલ શેડ જે જૂનો હતો તે હયાત એની બાજુમાં એક લાખ ચોરસ ફૂટમાં એવરેજ 1500 જેટલા પશુધન રહી શકે તેવી સ્થિતિમાં નિર્માણ કર્યું છે.અને એ નિર્માણમાં પાણીનો ફુવારો, શેડ હોય, અંદર રોડ રસ્તા હોય અને ઝાડ આ પ્રકારની વ્યવસ્થાને અમે ત્યાં ઓપ આપ્યો છે.આજે અમે મુલાકાત કરી હતી.એમાં જે જૂનો ઢોરવાડ છે. ત્યાં ખટંબાનો એમાં 574 જેટલા મોટા પશુ છે.નાના પશુ એની સાથે રાખી નથી શકાતા.
એવી દિશામાં અમે જ્યારે નવો શેડ બનાવ્યો છે.એનો ઉપયોગ થાય ત્યાં આગળ 365 જેટલા નાના વાછરડાને ત્યાં છેલ્લા ઘણા સમયથી અમે ત્યાં શિફ્ટ કર્યા છે.આજની આ સ્થિતિમાં એનો ખૂબ સારો ઉપયોગ થઈ રહ્યો છે,અને આવનાર સમયમાં પણ હજારથી પંદરસો ગાય પશુધન રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.તેના ઘાસચારાથી માંડીને વેટરનરી ડોક્ટર થી માંડીને શીફ્ટ વાઇસ કામગીરી કરનાર અમારા સભ્યો થી માંડીને વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે અમે જે પ્રકારની કામગીરી કરી રહ્યા છે.એમાં સફળતા મળે એવો અમારો પ્રયાસ છે..ટેગીંગ થયેલા અને ટેગીંગ થયા વગરના એમાં જે ટેગીંગ થયેલા ઢોર છે. એ એના માલિકને અમે ઓળખ કરી પોલીસ કેસ પણ કરીએ છીએ જ્યારે ટેગિંગ વગરના જે ઢોર આવતા હોય છે.ત્યારે એને અમારા શેડમાં જ્યારે લઈ જઈએ છીએ.
ત્યાં ટેગિંગ કરતા હોઈએ છીએ. જેથી કરીને એક ઓળખ પણ ઊભી થાય એટલે અહીંયા કુતરાથી માંડીને વિવિધ પશુઓને રાખવાની સુવિધા પૂરી પાડી છે.અને આવનાર સમયમાં વધુ કસરત સાથે ત્રણ શિફ્ટમાં પકડવાની પણ વાત મૂકી છે. જે પહેલાની સ્થિતિમાં પકડવાની જે ઝુંબેશ છે,એને પણ વેગ મળ્યો છે,અને આગામી સમયમાં ચોક્કસ નીતિ નિયમ પોલિસી સાથે આગળ વધવાના છે તેમ જણાવ્યું હતું