નવી દિલ્હી: અમેરિકાના (America) કેન્ટુકીમાં ફોર્ટ કેમ્પબેલ સૈન્ય વિસ્તારથી 48 કિમી દૂર બે લશ્કરી બ્લેક હોક હેલિકોપ્ટર (Black Hawk Helicopter) ક્રેશ (Crash) થયા. તેમાં બેઠેલા 9 લોકોનાં મોત (Death) થયા હતા. ફોર્ટ કેમ્પબેલના પ્રવક્તા નોન્ડિસ થરમેને જણાવ્યું કે આ અકસ્માત 29 માર્ચની રાત્રે (Night) થયો હતો. 29 માર્ચની સાંજે બે HH-60 બ્લેક હોક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. આ 101મા એરબોર્ન ડિવિઝનના હેલિકોપ્ટર હતા. પરંતુ ફોર્ટ કેમ્પબેલથી 48 કિમી દૂર ટ્રિગ કાઉન્ટીમાં બંને ક્રેશ થયા હતા. દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ધટના થવાથી અન્ય કોઈને નુકસાન થયું નથી. હેલિકોપ્ટરની એક ખાલી ગ્રાઉન્ડમાં પડ્યું હતું.
હેલિકોપ્ટરમાં પાંચ જવાન બેઠા હતા. જ્યારે અન્ય ચાર બીજા હેલિકોપ્ટરમાં બેઠા હતા. આ અકસ્માત રહેણાંક વિસ્તારથી થોડે દૂર આવેલા ગ્રાઉન્ડમાં થયો હતો. બ્લેક હોક હેલિકોપ્ટર યુએસ સેના માટે સૌથી મહત્વપૂર્ણ હેલિકોપ્ટર છે. તે હુમલો, પરિવહન, તબીબી સ્થળાંતર, શોધ અને બચાવ જેવા મિશનમાં ઉપયોગી થાય છે. ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધ દરમિયાન અમેરિકાએ તેનો સૌથી વધુ ઉપયોગ કર્યો હતો. લગભગ એક મહિના પહેલા અલાબામા હાઈવે પાસે બે બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. જેના કારણે ટેનેસી નેશનલ ગાર્ડના 2 પાયલોટ માર્યા ગયા હતા. તે પણ એક તાલીમ કવાયત હતી.
અમેરિકન સેના આ હેલિકોપ્ટરને 2 પાઈલટ એકસાથે ઉડાવે છે. આ સિવાય તેમાં બે ક્રૂ હોય છે. તેમાં 11 લોકો બેસી શકે છે. 6 સ્ટ્રેચર મૂકી શકાય છે. 64.10 ફૂટ લાંબા હેલિકોપ્ટરની ઊંચાઈ 16.10 ફૂટ છે. તેની મહત્તમ ઝડપ 294 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે જરૂર પડે ત્યારે જ તેને 357 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવામાં આવે છે. મજબૂત રેન્જ અને ખતરનાક હથિયારોથી સજ્જ આ હેલિકોપ્ટરની રેન્જ 2221 કિલોમીટર છે. પરંતુ યુદ્ધ દરમિયાન તે સંપૂર્ણ હથિયારોથી સજ્જ થઈને માત્ર 600 કિલોમીટર સુધી જ સેવા આપી શકે છે. મહત્તમ 19 હજાર ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે. તેના પર ત્રણ પ્રકારની મશીનગન, મિનીગન અથવા ગેટલિંગ ગન લગાવી શકાય છે.