અમદાવાદ: રાહુલ ગાંધીના (Rahul Gandhi) કોર્ટ કેસમાં જે ઝડપે “રોકેટ્સ સાયન્સ” નિર્ણય આવ્યો તે રીતે ગુજરાતનાં (Gujarat) ફિક્સ પે ના પાંચ લાખ કરતા વધુ કર્મચારીઓ ૧૧ વર્ષથી કેમ ન્યાયથી વંચીત છે ? સુપ્રિમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વારંવાર મુદતથી વ્યાપક તકલીફો ભોગવતા લાખો કર્મચારીઓના પરિવારો માટે ગુજરાતની ભાજપ (BJP) સરકાર તાત્કાલિક અરજી પરત ખેંચે તેવી માંગ પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ સહાયક પ્રથાના સરકારી કર્મચારીઓ ફિક્સ પગારમાં આર્થિક શોષણ સહન કરી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટેની ડિવિઝન બેંચે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે “ફિક્સ પગાર નાબુદ થાય જે મુળભુત અધિકારોનું હનન છે” આર્થિક શોષણની નીતિ રદ કરવા આદેશ આપ્યા હતા. તેમ છતાં રાજ્યની ભાજપ સરકાર હાઇકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગઇ. પાંચ લાખ યુવાનો અને તેના પરિવારજનો છેલ્લા ૧૧ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યાં છે પરંતુ મુદત પર મુદત પડી રહી છે. લાંબા સમયથી કાનૂની ખર્ચનો સામનો કરી રહેલા લાખો ફિક્સ પે ના શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિવિધ વિભાગોમાં કાર્યરત ફિક્સ પે ના કર્મચારીઓ આર્થિક અને માનસિક તાણ અનુભવી રહ્યાં છે.
ગુજરાતનાં ફિક્સ પગારમાં કામ કરતા પાંચ લાખ કરતાં યુવાનો અને તેમના પરિવાર માટે “રોક્ટ સાયન્સ” પ્રમાણે કેસ ચલાવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે જેથી ગુજરાતનાં યુવાનોનાં પરિવારોને ઝડપી રાહત મળે, ન્યાય મળે.