SURAT

સુરતના કોઝવેમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત

સુરત: (Surat) રાંદેર વિયરકમ કોઝવેમાં (Causeway) નહાવા માટે પડેલા ત્રણ મિત્રો (Friends) પાણીમાં ખેંચાવા લાગતા જે પૈકી એક યુવકનું ડૂબી જવાથી (Drowned) મોત થયું હતું. સોમવારે સાંજે બનેલી આ ઘટનાની ભયંકરતા એ છે કે નહાવા માટે પડેલા મિત્રને ડૂબતો જોઈને ગભરાઈ ગયેલા અન્ય બે મિત્રો ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના વાયુવેગે કોઝવે વિસ્તારમાં પ્રસરી જતાં સ્થળ પર લોકોના ટોળેટાળાં એકત્ર થઈ ગયા હતા. ભારે અફરાતફરીના માહોલ વચ્ચે ફાયરના જવાનોએ ડૂબી ગયેલા યુવાનની લાશને કોઝવેમાંથી બહાર કાઢી હતી.

  • કોઝવેમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક યુવક ડૂબી જતાં મોત
  • મિત્રને પાણીમાં ડૂબતો જોઈ અન્ય બે યુવકો નાસી ગયા
  • ઘટના વાયુ વેગે પ્રસરી જતા લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડતાં ફાયરને રેસ્કયૂ ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડી

સોમવારે સાંજે 5:30 કલાકે રાંદેર વિયરકમ કોઝવેમાં ત્રણ યુવકો તણાતા હોવાનો કોલ સ્થાનિક લોકોએ ફાયર કંટ્રોલને આપ્યો હતો. કોલ મળતાની સાથે જ મોરાભાગળ અને કતારગામ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના અંગે મોરાભાગળ ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ભારે જહેમત ઉઠાવ્યા બાદ યુવકને મૃત અવસ્થામાં પાણીમાંથી બાહર કાઢ્યો હતો. ત્રણ યુવકો પૈકી અન્ય બે યુવકો પાણીમાં ડૂબતા તેના મિત્રને જોઈને ત્યાંથી નાસી ગયા હતા જયારે ત્રીજો યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટના ખુબ જ વાયુ વેગે પ્રસરી હતી જેથી લોકોના ટોળેટોળાં કોઝવે ઉપર ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકટોળાં એકત્ર થયા હોવાને કારણે કોઝવે સુધી ફાયરના એન્જિનને પહોંચવા માટે ખુબજ મુશ્કેલી પડી હતી. પાણીમાંથી મૃત અવસ્થામાં નીકળેલા યુવકની લાશને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.

કોઝવેમાં ત્રણ ડૂબી ગયા હોવાનો કોલ મોરાભાગલ અને કતારગામ ફાયરને મળ્યો હતો.મોરાભગલ ફાયર અધિકારી વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે કોઝવે ઉપર લોકોના ટોળાઓ એટલી મોટી સંખ્યામાં એકત્ર થયા હતાકે ફાયરના એન્જીનો પહોંચી શક્યા ન હતા.ફાયર એન્જીનની સાયરન સતત વાગતી હોવા છતાં લોકોની ભીડ હટી ન હતી.પરિણામે ફાયર જવાનો ચાલીને ઘટના ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા અને કોઝવેના પાણીમાં ઓપરેશન પાર પાડવા માટે ઉતાર્યા હતા.

Most Popular

To Top