Vadodara

ચેકિંગ કોનું: કેદીઓનું કે મદદગારી કરનાર જેલના પોલીસ કર્મીઓનું

વડોદરા : શુક્રવારે રાત્રે ગૃહમંત્રીની સૂચનાથી શહેર પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિત 148 કર્મની ટીમે વડોદરા સેન્ટ્રલ જેલમાં સર્ચ કરાયું હતું. 10 કલાકના સર્ચમાં માત્ર તમાક,વિમલ મળ્યા હતા. ત્યારે વિમલ અને તમાકુ કેદીઓ પાસે આવ્યા ક્યાંથી ? કોને પુરા પાડ્યાં ? ગુટખા જેલમાં આવી શકતી હોય તો શું ગાંજા,ડ્રગ્સ સહિતનો નશીલો પદાર્થ નહી ઘુસાડાતો હોય ? તેવા અનેક સવાલ આંખે વળગી રહ્યા છે. જે જેલ ઓથોરિટીની કામગીરી સામે અનેક સવાલ ઉભી કરી રહ્યા છે.
શહેર સહિત જિલ્લામાં હત્યા, લૂંટ સહિતના વિવિધ ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓને જેલના હવાલે કરવામાં આવતા હોય છે.

તેમજ અન્ય જિલ્લામાંથી પાસા કરાયેલા આરોપીઓને પણ વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવતા હોવાના કારણે હાલમાં અંદાજ 1700 જેટલા કેદીઓ જેલમાં કોઇને કોઇ ગુનામાં સજા કાપી રહ્યા છે. જેલમાં રાખવામાં આવેલા કેદીઓમાં પણ માથાભારે હોવાના કારણે બે ગ્રૂપ પડી ગયા છે. જેના કારણે કેટલીકવાર બંને જૂથ્થો વચ્ચે વર્ચસ્વની લડાઇમાં મારામારીની પણ ઘટનાઓ બનતી હોય છે. જેમાં અગાઉ એક કુખ્યાત અજ્જુ કાણિયાનું મર્ડર થયું હતું. ઉપરાંત હાઇપ્રોફાઇટ લોકો કેદી તરીકે જેલમાં આવ્યા હોય પરંતુ કેટલાક લેભાગુ કે લાલચી પોલીસ કર્મચારીના કારણે જેલમાં આવા કેદીઓને વીવીઆઇ સુવિધાઓ પણ મળતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ એનડીપીએસ કે પ્રોહિબિશનના મોટા કેદીને બહારનું નેટવર્ક ચલાવવા માટે મોબાઇલ પણ પુરો પડાતો છે. જેને લઇને અગાઉ ઘણી વાર કેદીના બેરેકમાંથી મોબાઇલ મળી ચૂક્યા છે. ત્યારે સામાન્ય દિવસોમાં કેદી પાસેથી મોબાઇલ મળી આવતા હોય છે પરંતુ આટલી મોટી સિક્રેટ ડ્રાઇવ પોલીસ દ્વારા કરી હોવા છતાં પાન પડીકી અને તમાકુ જેવી વસ્તુ સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળવાની વાત લોકોને હજમ થતી નથી. જેને લઇને જેલના કર્મચારીઓની કામગીરી શંકા ઉપજાવે છે. જોઇન્ટ સીપી મનોજ નિનામાએ ‘ગુજરાતમિત્ર’ સાથે ટેલિફોનીક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જેલમાંથી મળી આવેલ તમાકુ અને વિમલના પાઉચની તપાસ જેલ સત્તાધીશોને સોંપવામાં અાવી છે.

વર્ષ 2022માં 7 કેદીઓ જેલ સુપ્રિન્ટેન્ડન્ટના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ત્રાસના કારણે વર્ષ અગાઉ સજા કાપતા સાત કેદીઓ હર્ષિલ લીંબાચિયા, અભિ આનંદ ઝા, માજીદ ભાણ, સલમાનખાન પઠાણ, સાજીદ અક્બર કુરેશી સોહેબ કુરેશી અને આકાશ વાડકેએ આપઘતા કરવાનો પ્રયાસ કર્યો હતો.કેદીઓના આપઘાતના પ્રયાસને લઇને ચકચાર મચી ગઇ હતી. તમામને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વધુમાં ત્યારે સાતેય કેદીઓએ ભોજન સમયસર ન મળતુ હોવાના આક્ષેપ કર્યો હતો.

ત્રણ વર્ષ અગાઉ કાચાના કામના કેદીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી
ડભોઇ તાલુકાના બોરબાર ગામનો યુવાન સંજય વસાવા વડોદરા મધ્યસ્થ જેલમાં પોક્સો કલમ હેઠળ કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો. ત્રણ વર્ષ અગાઉ સંજયે મોડી રાત્રીના સમયે જેલમાં અંદર અગમ્ય કારણોસર આત્મ હત્યા કરી લીધી હતી. જેને લઇને પણ જેલ સત્તાધીશોની સિક્યુરીટી સામે સવાલ ઉભા કરાયા હતા.

જેલની પાછળની દિવાલ પરથી ફાટેલા બોલમાં નશાકારક વસ્તુઓ મંગાવાય છે
જેલ ઓથોરિટીના જવાનો ચોવી કલાક કેદીઓ પર ધ્યાન આપી શકતા નથી. ત્યારે તેનો લાભે લઇને સેન્ટ્રલ જેલના પાછલના ભાગે આવેલી મોટી કમ્પાઉન્ડ વોલ પાસે એક નક્કી કરેલા સમય મુજબ કેટલાક નશીલા પદાર્થના નશો કરનાર કેદીઓ જતા હોય છે. તે સમયે તેમને નશાકારક વસ્તુની પડીકીવાળીને ફાટેલા બોલમાં મુકવામાં આવે છે. ત્યારબાદ એ બોલ કમ્પાઉન્ડ વોલની અંદર ફેંકીને ગાંજા, ડ્રગ્સ સહિતના વસ્તુઓ પહોંચાડવામાં આવતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

તમાકુ અને વિમલ જેલમાં પહોંચી કેવી રીતે ?
જેલના સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ પોલીસના સરપ્રાઇઝ ચેકિંગમાં ખોદયા ડુંગર અને નીકળ્યા ઉંદર જેવા ઘાટ સર્જાયો છે. ત્યારે સવાલ એ થાય છેકે કોઇ પણ વસ્તુ અંદર લઇ જવાની મનાઇ છે તો પછુ તમાકુ પડીકીબીડીના પાંદડા આવ્યા ક્યાંથી ? વિમલ તમાકું અંદર જવાઇહતી તો પછી આવી રીતે કોઇ નશાકારક વસ્તુ, મોબાઇલ, સિમકાર્ડ સહિતની ચીજો નહી જવાતી હોય ? બીજી તરફ જેલના સત્તાવાળાઓ દ્વારા જ રૂપિયાની લઇને વસ્તુ અંદર પુરી પડાતી હોવાની પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top