Madhya Gujarat

લુણાવાડા ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી

આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સંયુક્ત ખેતી નિયામક કચેરી વડોદરાના અધિકારીઓ દ્રારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાય આધારિત ખેતીના પાંચ આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત,  આચ્છાદન, વાપ્સાની માહિતી ખેડૂતોને વિસ્તાર પૂર્વક આપી હતી. જીવામૃત બનાવવા માટેનું નિદર્શન  બતાવીને તેના ઉપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિસાગરના લુણાવાડા ખાતે સંયુક્ત ખેતી નિયામક કચેરી વડોદરાના અધિકારીઓ દ્રારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સંયુક્ત ખેતી નિયામકની કચેરીમાંથી આવેલા નાયબ ખેતી નિયામક સમિતભાઈ પટેલ  તેમજ કે.કે. પટેલ  જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર  તેમજ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાય આધારિત ખેતીના પાંચ આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત,  આચ્છાદન, વાપ્સા ની  માહિતી ખેડૂતોને વિસ્તાર પૂર્વક આપી હતી અને જીવામૃત બનાવવા માટેનું નિદર્શન બતાવીને તેના ઉપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રમાણે ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થશે અને રાસાયણિક ખાતરોનો ખર્ચો ઓછો થશે તેમ જ વનસ્પતિ આધારક કીટકનાશક તેમજ અન્ય પેસ્ટ કંટ્રોલ માટે વિવિધ પ્રકારની વનસ્પતિ જન્ય  બનાવટો જેવી કે  નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર વગેરે વિશે સમજ આપી હતી. જેથી ખેડૂતોને પેસ્ટી સાઇડનો ઉપયોગ ઓછો કરવો પડે અને એનો ખર્ચો પણ બચી જાય તેમજ પાણી અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. તાલીમનો મુખ્ય ઉદ્દેશ આવનાર સમયમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક ખેતી કરે અને દેશમાં અને વિશ્વમાં ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મોડેલ બને એ હતો. પ્રાકૃતિક ખેતીમાં માત્ર દેશી ગાયના ગોબર, ગૌમુત્રની અને અન્ય પ્રાકૃતિક પેદાશોની જ બનાવટનો ઉપયોગ કરાય છે.જેના લીધે જમીનની ફળદ્રુપતા વધે છે અને ગામડાથી શહેર તરફ મુકીનું સ્થાનાંતરણ ન માત્ર બંધ થાય છે પરંતુ શહેરમાંથી ગામડા તરફ મુડીનો નિવેશ પણ શકય બને છે. આમ,ગામ તથા ખેડુતની જમીનની ફળદ્રુપતા સાથે સાથે આર્થિક સમૃધ્ધતામાં પણ વધારો થશે, અંતે નિરોગી,સ્વનિર્ભર ભારતનું સપનું સાકાર થશે.

Most Popular

To Top