વિરપુર : વિરપુર બસ સ્ટેન્ડના પાછલના ભાગમાં પારાવાર ગંદકીથી મુસાફરોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. અહીં ખાણી – પીણીની લારીઓ આવેલી હોવાથી હજારો મુસાફરોની અવર જવર રહે છે. આમ છતાં તેની સફાઇ માટે એસટી વિભાગ કે ગ્રામ પંચાયત ગંભીરતા દાખવતું નથી. વિરપુર બસ સ્ટેન્ડ પારાવાર ગંદકીથી ખદબદી ઉઠ્યું છે, સફાઈના અભાવે આ બસ સ્ટેન્ડની હાલત નરકાગાર સમાનબની ચુકી છે. વિરપુર બસસ્ટેન્ડ પાછળના ભાગે ગંદકીનો સ્વચ્છતા અભિયાનનો ઉત્તમ નમુનો બન્યો છે. દિવસ દરમ્યાન વિરપુર બસસ્ટેન્ડ સહિત આસપાસમાં આવેલા ખાણી પીંણીની હોટલ અને દુકાનોમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફર જનતાની અવર જવર રહેતી હોય છે ત્યારે બસસ્ટેન્ડ પાછળના ભાગમાં ગંદકી અને કચરાથી ઉભરાતા મુસાફર જનતાના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સાથે રોગચાળો ફેલાવાની દહેશત વ્યકત કરાઈ રહી છે. આથી, ગંદકીને દુર કરવામાં આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ ઉઠી છે.
વિરપુર બસ સ્ટેન્ડ પાછળ પારાવાર ગંદકીના થરથી રોગચાળાનો ભય
By
Posted on