આજે આપણે મોલ સંસ્કૃતિ અર્થાત મોલ કલચરના દૌરમાં થી પસાર થઈ રહ્યાા છીએ. મેગા સિટી બનવા તરફ પ્રયાણ કરી રહેલા સુરતના શાનદાર શોપિંગ મોલ્સ અને મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ સુરત સિટીમાં વસતા લોકો માટે તો જાનદાર બન્યા જ છે. પણ સાથે સુરતની નજીકના નાના શહેરો અને ટાઉન્સના લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટા-મોટા શોપિંગ મોલમાં શોપિંગ કરવું અને મલ્ટીપ્લેક્સ સિનેમા હોલમાં બેસીને હિન્દી કે ઈંગ્લીશ મુવીની મજા માણવી એ લેવિશ લાઈફની ફિલ કરાવે છે. અંતરિયાળ ગામોમાં તો બધીજ વસ્તુઓ એક છત નીચે મળી રહે તેવી દુકાનો પણ દુર્લભ છે તો નાના શહેરો અને ટાઉન્સમાં ભલે અાજે ઘણા મોલ્સ અને મલ્ટીપ્લેક્સ થીયેટર્સ બન્યા છે છતાં ઘણા લોકો આજે ઇંગ્લીશ મુવીઝ જોવા કે બ્રાન્ડેડ કપડા, શુઝ વગેરેનું શોપિંગ કરવા સુરત આવવાનું પ્રીફર કરે છે. સુરત પર આમ જોવા જાઓ તો વત્તે ઓ છે અંશે મુ઼ંબઇનું ઇન્ફ્લુઅન્સ જોવા મળે તેમ સુરતના આજુબાજુના િવસ્તારો પર સુરતી લાઇફસ્ટાઇલનો સારો પ્રભાવ જોવા મળે છે. તો આવો જાણીએ નાના શહેરોના લોકોમાં સુરત સિટીમાં શોપિંગનો ક્રેઝ કેમ છે? તેઓ મહિનામાં કેટલી વાર સુરત સિટીમાં તેમની શાનદાર ક્ષણો વિતાવે છે?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા સુરત સિટીમાં આવું છું: અનિતા પટેલ
બારડોલીમાં રહેતી અનિતા પટેલે જણાવ્યું કે હું બ્યુટીશિયન છું. બારડોલીમાં બ્રાન્ડેડ બ્યુટી પ્રોડક્ટ ઓછા પ્રમાણમાં મળે છે. જ્યારે સુરત સિટીમાં બ્યુટી પ્રોડક્ટ્સનું વિશાળ બજાર છે. મારું મહિનામાં એકાદ વાર તો સુરતમાં બ્યુટી પ્રોડક્ટ્સની ખરીદી કરવા આવવાનું થાય જ છે. બાળપણથી મને બ્રાન્ડેડ વસ્તુઓનું શોપિંગ સુરત સિટીમાંથી કરવું પસંદ છે. હું VR મોલમાંથી પણ બ્રાન્ડેડ પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરું છું. બારડોલીમાં એના ગામ N.R.I.ઓનું છે. આમ છતાં બારડોલીમાં ચોઇસ કહોકે સિલેક્શન લિમિટેડ છે. જોકે, હવે અહીં પણ થોડી ઘણી ચોઇસ અનુસારની ખરીદી શક્ય બની છે. પણ વર્ષોથી સુરત સિટી અમારા માટે શોપિંગનું હબ છે. તો વળી, સુરત આવ્યા અને સુરતી ફૂડ ના ખાધું હોય તેવું બને જ નહીં. સુરતમાં થાઈ, ઇટાલિયન, મેક્સિકન ફૂડનો રસથાળ મળે છે. હું ફુડી છું એટલે જ મને સુરત સિટીમાં આવતા જ અવનવા વ્યંજનોનો ટેસ્ટ કરવા જોઈએ.
મોલ્સમાં વિન્ડો શોપિંગનો અલગ અાનંદ હોય છે : કિંજલ શાહ
વ્યારામાં રહેતા કિંજલ શાહ જણાવે છે કે, હું સુરત સિટીમાં મોલ્સમાં જાઓ તો બ્રાન્ડેડ વસ્તુઓના પુષ્કળ ઓપશન્સ મળી રહે છે. તેમાં શોપિંગ તો ખરું જ પણ વિન્ડો શોપિંગની પણ મજા અનેરી હોય છે. મને સુરતનું સ્ટ્રીટ શોપિંગ પણ ખૂબ પસંદ છે. સુરત આવવાનું થાય ત્યારે કપડાં, શૂઝ અને ઘરની જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવી ગમે છે. સુરતમાં મોલ કલ્ચર ડેવલપ થયું છે. આમ તો અમારા વ્યારામાં પણ અમને જોઈતી બધી વસ્તુઓ મળી રહે છે. પણ અઠવાડિયે એક વખત કે 15 દિવસે એક વખત કે પછી મહિને એક વખત આવવાનું થાય તો સુરતમાં ખરીદી અને સુરતી ફૂડની મજા દ્વારા શાનદાર ક્ષણોને માણી લઈએ છીએ.
ઈંગ્લીશ મૂવી જોવા સુરત સિટી માં આવું છું: ઉત્સવ દેસાઈ
બારડોલીમાં રહેતા ઉત્સવ પટેલનું કહેવું છે કે મને ઈંગ્લીશ મૂવીઝ જોવી ખૂબ જ ગમે છે. બારડોલીમાં પણ મલ્ટીપ્લેક્સ છે પણ સુરત સિટીમાં મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવાની જે મજા આવે છે તે બારડોલીમાં નથી આવતી. 4DX છે એમાં સીટમાંથી એર નીકળે કે પાણી છૂટે વળી, ચેર પણ વાઈબ્રેટ થતી હોય છે તે સુરતમાં જ છે. જો મહિનામાં 4 મૂવીઝ રિલીઝ થાય તો હું ચાર વખત સુરત સિટીમાં આવું છું. વળી, મને સુરતમાં કપડાની અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટની શોપિંગ કરવી ગમે છે. બારડોલીમાં સિલેક્શન ઓછું મળે છે. ક્વોલિટીમાં સેટીસ્ફેક્શન નથી મળતું. મેં 6 મહિનામાં જ સુરત સિટીમાંથી 2 લેપટોપ એક ફોનની ખરીદી કરી છે. મારું મહિનામાં 4થી 5 વખત સુરત સિટીમાં આવવાનું થાય જ છે.
સુરત સિટીમાં સ્પેશ્યલ ફૂડ એન્જોય કરવા આવું છું: કૌશલ શાહ
માંડવીમાં રહેતા કૌશલ શાહે જણાવ્યું કે મને કપડાનો બહુ શોખ છે. જ્યારે અમારૂ માંડવી રૂરલ એરોયા છે. એટલે અહીં બ્રાન્ડેડ કપડાં તો મળે નહીં અમારે સુરત સિટી તરફ નજર દૌડાવી પડે છે. હું છેલ્લા 10 વર્ષથી કપડા અને શૂઝની ખરીદી સુરત સિટીમાંથી કરું છું. માંડવીમાં હોટેલ છે પણ સાદું ભોજન મળે. વળી, હું તો ફુડી છું એટલે સુરત સિટીમાં ચાઈનીઝ, મેક્સિકન ફૂડ એન્જોય કરવા મિત્રો સાથે ખાસ આવું છું. હું ઓનલાઇન શોપિંગ પણ પ્રીફર કરું છું. જ્યારે ઓફલાઇન શોપિંગ કરવા સુરત સિટીને પ્રીફર કરું છું. હું મહિનામા બે-ત્રણ વખત કે બે-ત્રણ મહિને એકાદ વાર સુરત સિટી આવી જાઉં છું. સુરતના મોલ કલ્ચરનું એટ્રેકશન રૂરલ એરિયાના લોકોમાં વધારે છે.
બ્રાન્ડેડ કપડાની શોપિંગ કરવા સુરત સિટીને જ પ્રીફર કરું છું: ધારા નાયક
નવસારીમાં રહેતા ધારા નાયકે જણાવ્યું કે નવસારી અને વલસાડમાં મોલ નથી. વળી, કપડા માટેની ચોઇસ લિમિટેડ છે. એટલે હું સુરત સિટીમાં મારા હસબન્ડ કે મારી ફ્રેન્ડ્સ સાથે શોપિંગ કરવાનું પ્રીફર કરું છું. સુરત સિટીમાં બ્રાન્ડેડ કપડા મળે છે. સુરત સિટીમાં મોલ કલ્ચર સારું ડેવલપ થયું છે. હું અહીં VR મોલ, ઇસ્કોન મોલ, વિ.માંથી શોપિંગ કરું છું. વલસાડ નવસારીથી નજીક છે પણ ત્યાં પણ શૉ રૂમ નથી. તો મુંબઈ દૂર પડે છે. સુરતમાં શોપિંગને બહાને આઉટિંગ પણ થઈ જાય છે. વળી, શોપિંગ માટે આવીએ એટલે સુરતી ફૂડ ના ચટાકા પણ લઈ લઈએ છીએ.