World

જેક ડોર્સીની બ્લોક કંપની પર એક અબજ ડોલરના કૌભાંડનો હિંડનબર્ગનો આક્ષેપ

ન્યૂયોર્ક: હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ (Adani Group) ભાગ્યે જ ભૂલી શકે તેમ છે. ત્યારે હવે હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) ફરી એકવાર એક નવા ટ્વિટથી સમગ્ર વિશ્વમાં (World) ખળભળાટ મચાવી દીધો હતો. આ શોર્ટ સેલિંગ કંપનીએ ટ્વીટ (Tweet) કરીને ટૂંક સમયમાં વધુ એક નવો રિપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપ (Adani Group) પરના આરોપો અંગે ભારતમાં (India) ચર્ચામાં આવેલ હિંડનબર્ગે (Hindenburg) ટ્વીટરના (Twitter) સહસ્થાપક જેક ડોર્સીની કંપની બ્લોક ઇન્ટરનેશનલ પર આક્ષેપ કર્યો છે કે તેણે એક અબજ ડોલરનું કૌભાંડ (SCAM) કર્યું છે.

નાથન એન્ડરસનની હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ બે વર્ષની તપાસ બાદ આ અહેવાલ તૈયાર કર્યો હોવાનું કહેવાય છે જે અહેવાલ તેની વેબસાઇટ પર મૂકાયો છે અને ટ્વીટર પર પણ પોસ્ટ કરાયો છે. અહેવાલમાં આક્ષેપ કરાયો છે કે જેક ડોર્સીના વડપણ હેઠળની પેમેન્ટ કંપની એવી બ્લોક આઇએનસીએ તેના રોકાણકારોને ગેરમાર્ગ દોર્યા હતા અને એક અબજ ડોલર જેટલી રકમની છેતરપિંડી કરી હતી. હિંડનબર્ગના અહેવાલ પછી બ્લોકનો શેર મોં ભેર પછડાયો હતો. ન્યૂયોર્ક શેરબજારમાં આ કંપનીનો શેર આજે સવારના સોદાઓમાં ૨૦ ટકા જેટલો ઘટી જઇને પ૮.૩૫ ડોલર જેટલો થઇ ગયો હતો. બ્લૂમબર્ગ તરફથી આ અહેવાલ અંગે ટિપ્પણી કરવા માટે ઇ-મેઇલ પર કરાયેલ વિનંતીનો કોઇ જવાબ બ્લોક કંપનીએ આપ્યો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં હિંડનબર્ગના અહેવાલ પછી ભારતના અબજપતિ ગૌતમ અદાણીની કંપનીઓના શેર પણ ભારે પછડાયા હતા અને હજી પણ નબળા જ છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં હિંડનબર્ગના અહેવાલ પછી નિકોલા કોર્પનો શેર પણ ઘણો ગગડી ગયો હતો.

અદાણીની ઘણી કંપનીઓ સેબીની દેખરેખ હેઠળ આવી ગઈ
નેટ એન્ડરસન દ્વારા સંચાલિત આ ફર્મે આ વર્ષે જાન્યુઆરીમાં અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ લગભગ પાંચ સપ્તાહમાં આ જાયન્ટ ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં 150 અબજથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે જૂથની વિશ્વસનીયતા અને ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. અદાણીની ઘણી કંપનીઓ સેબીની દેખરેખ હેઠળ આવી ગઈ છે.

હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ (Adani Group) ભાગ્યે જ ભૂલી શકે તેમ છે. ત્યારે હવે હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) ફરી એકવાર એક નવા ટ્વિટથી સમગ્ર વિશ્વમાં (World) ખળભળાટ મચાવી દીધો છે. આ શોર્ટ સેલિંગ કંપનીએ ટ્વીટ (Tweet) કરીને ટૂંક સમયમાં વધુ એક નવો રિપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કર્યું છે કે ‘નવો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે – બીજો મોટો ખુલાસો થશે’. જો કે આ રિપોર્ટમાં (Report) કઇ કંપની ટાર્ગેટ હશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી. જોકે એવા કયાસ લગાડવામાં આવી રહ્યાં છે કે આ વખતે ચીનની કોઈ મોટી કંપની હોઈ શકે છે અથવા યૂએસ બેંકિંગ સિસ્ટમ (US Banking System) પર કોઈ રિપોર્ટ હોઈ શકે છે. જણાવી દઈએ કે નાથન એન્ડરસનની કંપની ‘હિંડનબર્ગ’નું મુખ્ય કામ શેરબજાર, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ પર સંશોધન કરવાનું છે.

Most Popular

To Top