નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (રિલ)ના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ (Asia’s richest man) મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 અબજોપતિઓની (Billionaire) યાદીમાં સ્થાન મેળવનારા એકમાત્ર ભારતીય (Indian) બન્યા છે, એમ બુધવારે જાહેર કરાયેલ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં જણાવાયું છે. હુરુન વર્લ્ડ રિચ લિસ્ટ 2023 અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 અબજોપતિઓમાં એકમાત્ર ભારતીય છે.
અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા હતા, તેમની કુલ સંપત્તિ 82 અબજ ડોલર હતી. રિયલ એસ્ટેટ કંપની એમ3એમના સહયોગથી હુરુન રિસર્ચ પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવેલી યાદીમાં દર્શાવવામાં આવ્યું છે કે અંબાણીની સંપત્તિમાં 20 ટકાનો ઘટાડો થયો હોવા છતાં તે આંતરરાષ્ટ્રીય સ્તરે 9માં ક્રમે છે. અંબાણીએ સતત ત્રીજા વર્ષે સૌથી ધનાઢ્ય એશિયન ખિતાબ પણ જાળવી રાખ્યો છે.
સંપત્તિમાં 20 ટકાનો ઘટાડો થયો હોવા છતાં રિલના બોસ 82 અબજ ડોલરની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે નવમા ક્રમે છે. એમ રિસર્ચ પ્લેટફોર્મ હુરુન દ્વારા રીઅલ-એસ્ટેટ જૂથ એમ3એમ શીર્ષક ‘ધી 2023 એમ3એમ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ’ સાથે સંકલિત અહેવાલમાં જણાવાયું છે. આ અબજોપતિએ સતત ત્રીજા વર્ષે સૌથી ધનિક એશિયનનો ખિતાબ પણ જાળવી રાખ્યો છે. રિલના વડાએ રિલાયન્સના સુકાન પર 20 વર્ષ પૂરાં થવા પર ઉજવણી કરી હતી, જે આ સમય દરમિયાન સમૂહની આવકમાં 17 ગણો અને નફામાં 20 ગણો વધારો જોવા મળ્યો છે.
ભારતીય અબજોપતિઓમાં અંબાણી પ્રથમ ક્રમે, ગૌતમ અદાણી 53 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમે છે. સાયરસ પૂનાવાલા 28 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે. શિવ નાદર અને તેમનો પરિવાર 27 અબજ ડોલર સાથે ચોથા અને લક્ષ્મી મિત્તલ 20 અબજ ડોલર સાથે પાંચમા ક્રમે છે. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2023માં વિસ્ફોટક હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને પગલે અદાણીએ 2022-2023માં દર અઠવાડિયે 28 અબજ ડોલર અથવા ₹3,000 કરોડની સંપત્તિ ગુમાવી હતી. અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અદાણી જૂથ સ્ટોક હેરફેર અને એકાઉન્ટિંગ છેતરપિંડી યોજના, ઓફશોર ટેક્સ હેવનનો અયોગ્ય ઉપયોગ કરવામાં સામેલ હતું.