SURAT

સુરત: નોકરી પરથી કઢાવ્યાના વહેમમાં બનેવીના બનેવીને ચપ્પુના ઘા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા

સુરત: (Surat) પાંડેસરા ખાતે નોકરી પરથી કઢાવી મુક્યાના વહેમમાં આરોપીએ તેના બનેવીના બનેવીને ઘરે બોલાવ્યો હતો. અને બાદમાં ઝઘડો (Quarrel) કરી પેટમાં ચપ્પુના (Knife) ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. વચ્ચે પડેલા ભાણીયાને પણ ચપ્પુના ઘા મારતા બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાંડેસરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • નોકરી પરથી કઢાવ્યાના વહેમમાં બનેવીના બનેવીને ચપ્પુના ઘા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા
  • વચ્ચે પડેલા ભાણીયાને પણ ચપ્પુના ઘા મારતા બંનેને હોસ્પિટલમાં ખસેડાયા
  • મામા-ભાણીયાની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પાંડેસરા પોલીસે વધારે તપાસ હાથ ધરી
  • ‘તું કંપનીમાં કોન્ટ્રાક્ટર છે, તારી કાન ભંભેરણીના કારણે મારી નોકરી ગઈ છે’

પાંડેસરા ખાતે ગણેશનગરમાં રહેતા 25 વર્ષીય અરવિંદ શિવનારાયણ નિશાદે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હરિશ રામફેર નિશાદ (રહે. રામેશ્વરનગર, પાંડેસરા) ની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. અરવિંદ ઉધના બસ સ્ટોપ પાસે આવેલા ડીએસ એન્જિનિયરીંગ કંપનીમાં સેન્ટ્રલ એસીના ડક્ટ બોક્ષ બનાવવાનું કામ કરે છે. ગઈકાલે અરવિંદના મામા દુધનાથને તેમના સાળાનો સાળો હરીશ નિશાદ ફોન કરતો હતો. અને દુધનાથ આ હરીશને ગાળો આપવાની ના પાડતા હતા.

હરીશની નોકરી છુટી ગઈ હતી. અને તે દુધનાથને તેના કારણે નોકરી છુટી ગઈ હોવાનું કહીને ઝઘડો કરતો હતો. હરીશ ફોન કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. દરમિયાન હરીશે ફોન કરીને દુધનાથને મેરે પિતાજી તુમકો ઘર પે બુલા રહે હૈ તુમ તુરંત ઘર પે આ જાવો તેમ કહ્યું હતું. જેથી મામા દુધનાથની સાથે અરવિંદ પણ હરીશના ઘરે ગયો હતો. દુધનાથે ઘરે જઈને હરીશને તુ કેમ મને ગાળો આપે છે તેમ પુછતા હરીશે તુ કંપનીમાં કોન્ટ્રાક્ટર છે તારી કાન ભંભેરણીના કારણે મારી નોકરી ગઈ છે તેમ કહ્યું હતું. દુધનાથે હરીશ ટાઈમ પર નહીં આવતો હોવાથી તેને કાઢી મુક્યો તેમ કહીને સમજાવ્યો હતો.

છતાં હરીશે ગુસ્સે થઈને દુધનાથને ગાળો આપી ઝપાઝપી કરી હતી. બાદમાં દુધનાથને ઘરની બહાર લઈ ગયો હતો. અને ઘરમાંથી ચપ્પુ લાવીને દુધનાથના પેટમાં ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. અરવિંદ વચ્ચે પડતા તેને પણ છાતીના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. હરીશની પત્ની અને પિતાએ તેને પકડી બચાવી લીધા હતા. બાદમાં 108 માં નવી સિવિલમાં ખસેડાયા હતા. પાંડેસરા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top