Gujarat

ગુજરાતના હોમગાર્ડસ જવાનોનું માનદ વેતન 450 પ્રતિદિન નક્કી કરાયું

ગાંધીનગર: વિધાનસભામાં રાજ્યના હોમગાર્ડ (Home Guard) જવાનોના વેતન અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડસ જવાનોના માનદવેતનમાં ૩૧-૧૧-૨૦૨૨થી ૫૦ ટકાનો વધારો કરી રૂ. ૪૫૦ પ્રતિદિન વેતન નક્કી કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતુ કે ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં હોમગાર્ડ જવાનોનું મંજૂર મહેકમ ૭૮૪ છે. જેમાંથી ૭૧૯ જેટલું મહેકમ ભરવામાં આવેલું છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં હોમગાર્ડ જવાનોના ૪૭૧ મંજૂર મહેકમ સામે ૪૬૧ જેટલું મહેકમ ભરવામાં આવેલું છે. રાજ્યના હોમગાર્ડ જવાનોની દિવસ રાતની મહેનતને બિરદાવવા માટે તેમને રાષ્ટ્રપતિના ચંદ્રક, રાજ્યપાલના ચંદ્રક અને મુખ્યમંત્રીના ચંદ્રક સહિતના વિવિધ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

Most Popular

To Top