Entertainment

સોશિયલ મીડિયામાં છવાયો આલિયા ભટ્ટ અને તેની માતાનો આ ફોટો

મુંબઈ: (Mumbai) બોલિવૂડની (Bollywood) સૌથી લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટે (Aalia Bhatt) 15 માર્ચે પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણી તાજેતરમાં પતિ રણબીર કપૂર, પુત્રી રાહા, માતા સોની રાઝદાન (Soni Razdaan) અને બહેન શાહીન ભટ્ટ સાથે લંડન ગઈ હતી. આલિયાના ચાહકો અને મિત્રોએ સોશિયલ મીડિયા પર તેના જન્મદિવસની (Birthday) શુભેચ્છાઓ પાઠવી હતી. તેની માતા સોનીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી હતી. તેણે આલિયા અને પોતાને દર્શાવતો કોલાજ શેર કર્યો. જેમાં મા-દીકરી બીલકુલ એકબીજાની કોપી લાગી રહ્યાં છે.

લાગણીશીલ પોસ્ટ લખી
સોની રાઝદાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મારા નાના જોડિયા બાળકને જન્મદિવસની શુભેચ્છા. ચહેરાના અમુક ફિચર્સ ઉપરાંત અમને ભીંડા અને રીંગણા પણ ગમે છે (અમારા પરિવારના અન્ય બે સભ્યોથી વિપરીત) અમે દેખીતી રીતે એકસરખું ચાલીએ છીએ, એકસરખું બોલીએ છીએ અને એકસરખું વર્તન કરીએ છીએ. જો કે આ થોડી વસ્તુઓ સિવાય – તૂ વિશિષ્ટ અને સંપૂર્ણપણે તારૂ પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે. તૂ એક અદ્ભૂત મહિલા છે અને મને તારા પર ગર્વ છે. લવ યુ ડાર્લિંગ. આ વિશ્વમાં તૂ ઘણી રીતે વધુ સારી જગ્યા બનાવે. હંમેશા પ્રેમ અને સારા સ્વાસ્થ્ય સાથે તારી રસપ્રદ યાત્રા ચાલુ રાખે તેવી શુભકામના.”

કોલાજમાં યુવાન સોની રાઝદાનને લાલ બિંદી અને ઝુમકા પહેરેલી બતાવવામાં આવે છે. જ્યારે આલિયા તેની માતાના જોડિયા જેવી લાગે છે કારણ કે તેણે પણ બિંદી અને ઝુમકા પહેર્યા છે. કોલાજ સાથે આલિયાની માતાએ હૃદયસ્પર્શી નોંધ લખી અને આલિયાને તેણીની ‘નાની જોડિયા’ કહી.

દરમિયાન આલિયાને તેની સાસુ નીતુ કપૂર તરફથી પણ શુભેચ્છાઓ મળી હતી. નીતુએ આલિયાની એક તસવીર શેર કરી અને તેની ‘બહુરાની’ માટે એક સુંદર પોસ્ટ લખી હતી. રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ પણ આલિયાની એક થ્રોબેક બીચ તસવીર શેર કરી અને તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top