Gujarat

પશુપાલકો માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ – બકરા સહાય પેટે 45 હજાર

ગાંધીનગર: ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂત પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા (૧૦ બકરી + ૧ બકરા) એકમ દીઠ રૂ. ૪૫ હજારની સહાય ચૂકવવામાં આવે છે.

વિધાનસભામાં બકરા એકમ સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં બિન અનામત કેટેગરીના કુલ ૩૯ લાભાર્થીઓને રૂ.૧૭.૫૫ લાખ સહાય ચૂકવવામાં આવી છે. તે જ રીતે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જનજાતિની ૧૬૦ મહિલા લાભાર્થીઓને બકરા એકમ સહાય યોજના હેઠળ રૂ.૭૨ લાખ સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અનુસૂચિત જનજાતિની ૧૧૬ મહિલા લાભાર્થીઓને આ યોજના હેઠળ બે વર્ષમાં રૂ.૫૬.૭૦ લાખની સહાય ચૂકવાઇ છે.

Most Popular

To Top