પાદરા: પાદરાના ચોકસી બજારમાં સોનીની દુકાનની બંને જાડીઓના તાળાઓ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ટેબલમાં મુકેલ ડબ્બીઓમાંભરેલ સોનાના દાગીના બનાવવાનું રો – મટીરીયલ કુલ વજન ૮૪ ગ્રામ કિં.રૂ. ૪,૪૪,૬૭૦ તેમજ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાનુંડીવીઆર ૫,૦૦૦ મળી કુલ ૪,૪૯,૬૭૦ ના મતા ની ચોર ઈસમો ચોરી કરી ફરાર થયા હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતાપોલીસે ડોગ સ્કોડ સહિત વિવિધ ટીમો કામે લગાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પાદરાના ચોકસી બજારના યુગ ધર્મ પ્રેસ ના ખાંચામાં રહેતા કિરણકુમાર રમેશચંદ્ર સોની નાઓ છેલ્લા ૩૫ વર્ષથી કાચું – પાકું સોનુઓગાળી તેમાંથી અલગ અલગ ડિઝાઇનવાળા ઘરેણા તેમજ મટીરીયલ તરીકે હોલસેલર વેપારી પાસેથી સોનુ ખરીદી તે સોનું ઓગાળીતેમાંથી અલગ અલગ ઘાટની ડિઝાઇન બનાવે છે અને દુકાનમાં બે કારીગરો કામ કરે છે. ગત તા. ૯/૩/૨૩ ના રોજ રાત્રિના સમય દરમ્યાન દુકાનની લોખંડની જાળીઓના લોક તથા નકુચા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનનાટેબલમાં મુકેલ ૧૦ જેટલા લોક તોડી ડબ્બીઓમાં ભરેલ સોનાના દાગીના બનાવવાનું રો – મટીરીયલ ૪,૪૪,૬૭૦ ના મતાની ચોર ઈસમોચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે કિરણભાઈ સોનીએ આપતા પોલીસે તપાસનો દોર ધમધમાટ શરૂ કરેલ છે.
પાદરા મધ્ય ગુજરાતનું મોટું સોની બજાર પાદરામાં આવેલું છે. ચોરીની બનેલી ઘટનાના પગલે વેપારીઓમાં ભયનોમાહોલ જોવા મળી રહ્યો છે. ચોરી ની આં ઘટના પાદરામાં ટોક ઓફ ધ ટાઉન નો વિષય બન્યો હતો ત્યારે પાદરા પોલીસ રાત્રીના સમયદરમિયાન પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ ઉભી થવા પામી હતી. તસ્કરોએ ચાલાકી કી વાપરી દુકાનમાં લગાવેલ સીસીટીવી નું ડીવીઆર પણ વાયર કાપી ને ચોરી કરી લઈ ગયા હતા. ત્યારે પોલીસેપાદરા ચોકસી બજાર ચોરીની ઘટનામાં પાદરાના મુખ્ય માર્ગ પરના આવતા સીસીટીવી કેમેરાની અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરીહતી સાથે સાથે ડોગ સ્કવોડ – એફએસએલ સહિત ની એજન્સીઓ ની મદદ પણ લેવામાં આવી હતી. પાદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો દ્વારા ધનિષ્ઠ તપાસ હાથ ધરવામાંઆવ્યો હોવાનું પાદરાના પીઆઈ કે જે ઝાલાએ જણાવ્યું હતું.
દુકાનમાંથી ચોરાયેલ વિગતો
સોનાની ટીક્કી બનાવવાનું રો – મટીરીયલ:- ૩૧ ગ્રામ કિંમત ૧,૬૪,૩૦૦, સોનાનો છોલ અને ટુકડીઓ બનાવવાનું મટીરીયલ:- ૩૦ ગ્રામ૧,૫૯,૦૦૦, સોનાની બુટ્ટી:- ૧૫ ગ્રામ કિંમત ૭૮,૯૭૦, સોનાની તાર બનાવવાનું મટેરિયલ:- વજન ૮ ગ્રામ ૪૨,૪૦૦, સીસીટીવી કેમેરાનુંડીવીઆર:- કિંમત ૫,૦૦૦ મળી કુલ ૪,૪૯,૬૭૦ ના મુદ્દામાલની ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે. પાદરાના ચોકસી બજારમાં લોખંડની જાળીમાં લગાવેલા તાળા તોડી કોઈ ચોર ઈસમો દુકાનના ડ્રોવરમાં, ડબ્બીઓમાં મુકેલ દાગીનાબનાવવાનું ૮૪ ગ્રામ સોનાનું રો મટીરીયલ ચોરી કરી ગયું હતું સવારે રાબેતા મુજબ દુકાનમાં આવેલા કિરણભાઈ સોની જોઈ ચોકી ઉઠ્યાહતા. કિરણભાઈ એ ચોરીની જાન પાદરા પોલીસને કરતા પાદરા પોલીસ દોડી આવી હતી દુકાનમાં તસ્કરો કેવી રીતે પ્રવેશ્યા તે અંગેતપાસ કરી હતી. સોની બજારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ ની જાણ અન્ય દુકાન માલિકોને થતાં ગભરાટ ફેલાવી દીધો હતો.