Entertainment

ઓસ્કાર 2023માં ભારતની ધૂમ, ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ

નવી દિલ્હી: ભારતે 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર 2023માં (Oscar 2023) તેની ભૂમિકા ભજવી હતી. ભારતીય ફિલ્મ RRR એ ઓસ્કાર 2023માં ઈતિહાસ રચ્યો છે. ભારતીય ફિલ્મ RRR ના ‘નાટુ-નાટુ’ ગીતને (Natu Natu Song) બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં (Best Original Song category) એવોર્ડ (Award) મળ્યો છે. આ અગાઉ ‘નાટુ-નાટુ’ એ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ જીત્યો હતો. RRRનું ‘નાટુ-નાટુ’ ગીત લખનારા ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ઓસ્કર સમારંભમાં ટ્રોફી લીધી હતી. આ સિવાય ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સે પણ ઓસ્કાર 2023માં એવોર્ડ જીત્યો હતો. નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મને ઘણો પ્રેમ મળ્યો હતો. દીપિકા પાદુકોણ આ એવોર્ડ સમારોહમાં પ્રેઝન્ટર તરીકે પહોંચી હતી. તેના લુકની પણ ખૂબ ચર્ચા થઈ છે.

PM મોદીએ ‘નાટુ નાટુ’ના વખાણ કર્યા
વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું, “અસાધારણ! ‘નાતુ નાતુ’ની લોકપ્રિયતા વૈશ્વિક છે. આ એક એવું ગીત હશે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. આ પ્રતિષ્ઠિત સન્માન માટે એમએમ કારવાણી, ચંદ્ર બોઝ અને સમગ્ર ટીમને અભિનંદન. ભારત ઉત્સાહિત અને ગર્વ અનુભવે છે.”

‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ની ટીમને અભિનંદન
ગીત નાટુ નાટુ ઉપરાંત ગુનીત મોંગાની ટૂંકી ડોક્યુમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ પણ ઓસ્કાર જીતી ચૂકી છે. ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ આ સન્માન માટે ફિલ્મની ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ તેમના બીજા ટ્વીટમાં લખ્યું, આ સન્માન માટે ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ની સમગ્ર ટીમને અભિનંદન. તેમનું કાર્ય અદ્ભુત રીતે ટકાઉ વિકાસ અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાના મહત્વને સમજાવે છે.”

એમ.એમ.કેરાવાણીએ શું કહ્યું?
ઓસ્કારના મંચ પર ગાતી ગાયને એમએમ કેરવાણીએ સ્પીચ આપી હતી. તેમણે કહ્યું- આ શક્ય બનાવવા બદલ આભાર. તેમણે સૌનો આભાર માન્યો હતો. જ્યારે કેરાવાણી ભાષણ આપી રહી હતી ત્યારે તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ ગાયકો કાલ-રાહુલે આરઆરઆરના ગીત ‘નાટુ-નાટુ’ પર લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું. પરફોર્મન્સ શરૂ થતાં જ દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વરસે દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. RRRએ પહેલી ભારતીય ફિલ્મ હતી જેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. આ એવોર્ડ જીતીને RRRએ ભારતને ગૌરવ અપાવ્યું હતું.

RRR બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી
RRR એ દેશ અને વિદેશમાં ધૂમ મચાવી છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે ભારતમાં 750 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું હતું. તે જ સમયે, RRR વિશ્વભરના બજારમાં પણ લોકપ્રિય હતું. આ ફિલ્મે 1100 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં જુનિયર એનટીઆર, રામ ચરણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. અજય દેવગન, આલિયા ભટ્ટના કેમિયોએ પણ લોકોના દિલ જીતી લીધા હતા. નટુ નટુ ગીત મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરવાણીએ કમ્પોઝ કર્યું છે. 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નટુ નટુની જીત બાદ, એમએમ કીરાવાણી ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા.

ગુનીત મોંગાએ ઓસ્કાર જીતવા પર આ વાત કહી
‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. નિર્માતા ગુનીત મોંગાએ શોર્ટ ડોક્યુમેન્ટ્રરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ ઓસ્કાર એવોર્ડ જીતવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. દરેકનો આભાર વ્યક્ત કરતા ગુનીતે મહિલાઓને સપના જોવાનો સંદેશ આપ્યો હતો. નિર્માતા ગુનીત મોંગાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, અમે હાલમાં જ ભારતીય પ્રોડક્શન માટે પહેલો ઓસ્કાર જીત્યો છે. બે મહિલાઓએ કરી બતાવ્યું છે.

Most Popular

To Top