SURAT

સુરત એરપોર્ટ અંગે આવેલા આ સમાચારે સુરતીઓનું સપનું ચકનાચૂર કરી નાંખ્યું

સુરત: કેન્દ્ર સરકારનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિશ્વના 113 દેશો સાથે એવિએશન સેકટર માટે બાયલેટરલ કરાર મુજબ પોઇન્ટ ઓફ કોલ જાહેર કર્યા છે. એમાં એક પણ વિદેશી એરલાઈન્સ કે ભારતીય એરલાઈન્સે સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા રસ દાખવ્યો નથી. સરકારે અગાઉ સુરતથી એર ટર્બાઇન ફ્યુઅલ પર 30% વેટ ઘટાડી 5% કર્યો હોવા છતાં કોઈ એરલાઇન્સને સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાડવા રુચિ ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. નવાઈની વાત એ છે કે, 70 લાખની વસ્તી ધરાવતા 15-20 લાખની વસ્તીવાળા શહેરોને પોઇન્ટ ઓફ કોલમાં સ્થાન મળ્યું છે. સુરત એક એવું શહેર છે જ્યાં સિટી સિવિક બોડીથી લઈ રાજ્ય અને કેન્દ્ર સુધી એક જ પક્ષની સરકાર છે. એટલે કે, નીચેથી ઉપર સુધી ભાજપની સરકાર છતાં સુરતને ઇન્ટરનેશનલ કનેક્શન આપવામાં ખુદ રાજ્ય, કેન્દ્ર કે ચૂંટાયેલી સરકારનાં મંત્રીઓ, સાંસદોને કોઈ રસ નથી.

સુરત એરપોર્ટ પરથી આવી ફ્લાઈટ શરૂ કરવામાં એરલાઈન્સ કંપનીઓને કોઈ રસ નથી, દુ:ખની વાત એ છે કે સુરતથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે શિડ્યુલ જાહેર કરાયા: સી.આર. પાટીલ અને દર્શના જરદોષ જેવા નેતાઓનું પણ એરલાઈન્સ કંપની માનતી નહીં હોવાનું ચિત્ર ઉભું થયું

  • એવિએશન મંત્રાલયે બાયલેટરલ પોઇન્ટ ઓફ કોલ જાહેર કરતા જ મળેલા સંકેતો
  • કેન્દ્ર સરકારથી લઈને વિદેશી અને ભારતીય એરલાઈન્સ કંપનીઓને સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા કોઈ રસ નથી: 15-20 લાખની વસ્તી વાળા શહેરોને ઇન્ટરનેશનલ ફ્લાઈટ મળી, સુરતને નહીં
  • દક્ષિણ ભારતના રાજ્યોના એરપોર્ટ કે જે શહેરોની વસ્તી સુરતથી ખૂબ ઓછી છે એવા કોચી, કોઝીકોડે ,ત્રિવેન્દ્રમ, મેંગ્લોર, કુંનૂર અને કોઈમ્બતુર મહત્વનાં લાભાર્થી તરીકે ઉપસી આવ્યાં છે.
  • આશ્ચર્ય છે કે નવા પોઇન્ટ ઓફ કોલ એવા રાજ્યોના શહેરોને મળ્યાં છે જ્યાં ભાજપ સિવાયનાં અન્ય પક્ષોની સરકાર છે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાગૃકતા એ તેમના શહેરને ઇન્ટરનેશનલ સ્ટેશનોનાં નકશા પર મૂક્યું છે.

આશ્ચર્ય છે કે નવા પોઇન્ટ ઓફ કોલ એવા રાજ્યોના શહેરોને મળ્યાં છે જ્યાં ભાજપ સિવાયનાં અન્ય પક્ષોની સરકાર છે ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાગૃકતા એ તેમના શહેરને ઇન્ટરનેશનલ સ્ટેશનોનાં નકશા પર મૂક્યું છે. સુરત આ નકશામાં એક માત્ર યુએઈનાં શારજાહની એર ઇન્ડિયા એક્સપ્રેસની સપ્તાહમાં 3 દિવસની એક માત્ર ફ્લાઇટને લીધે એની સુક્ષ્મ હાજરી નોંધાવે છે. દક્ષિણ ભારતના રાજ્યોના એરપોર્ટ કે જે શહેરોની વસ્તી સુરતથી ખૂબ ઓછી છે એવા કોચી, કોઝીકોડે ,ત્રિવેન્દ્રમ, મેંગ્લોર, કુંનૂર અને કોઈમ્બતુર મહત્વનાં લાભાર્થી તરીકે ઉપસી આવ્યાં છે.

ઇન્ડિયન કેરિયરને સુરતથી ફ્લાઈટ ચલાવવી વિદેશી એરલાઈન્સને આવવા દેવી નથી
ભારત સરકારનું માનવું છે કે, વિદેશી એરલાઈન્સ બાયલેટરલ કરાર મુજબ એમની ઇન્ટરનેશનલ શીટનો ક્વોટા પેસેન્જર ભરીને સફળ રહ્યાં છે. એમની શીટનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યો છે પણ ભારતીય એરલાઇન્સની શીટો વિદેશી એરલાઈન્સની સરખામણીએ ખાલી રહે છે. ભારત સરકારની નીતિ છે કે વિદેશી એરલાઈન્સને સુરત જેવા ટાયર ટુ સિટીમાં એર ઓપરેશન માટે મંજૂરી આપવી નહીં, એ મંજૂરી ભારતીય એરલાઈન્સ કંપનીઓને જ આપવી જેથી તેઓને નુકસાન ન થાય બીજી બાજુ ભારતીય એરલાઈન્સ કંપની સુરત જેવા ટાયર ટુ સિટીથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા તૈયાર નથી. એટલે બાયલેટરલ કરાર કે પોઇન્ટ ઓફ કોલમાં વિદેશી કે ભારતીય એરલાઈન્સ કંપનીનાં નકશામાં સુરત જેવા ઝડપી વિકસી રહેલાં અને વર્ષે એક લાખ પેસેન્જરની અવર જવર ધરાવતા શહેરને સ્થાન મળ્યું નથી. સુરતથી સિંગાપોર, બેંગકોક, દુબઇ, બોટસવાના, બેલ્જિયમ, હોંગકોંગ જેવા શહેરોમાં વેપાર થઈ રહ્યો છે એવા શહેરોનો સમાવેશ બીજા રાજ્યોના શહેરોના પોઇન્ટ ઓફ કોલમાં દેખાય છે.

શારજાહ-સુરત ફ્લાઈટનાં આંકડાઓ જોઈ ખુશ રહેવું પડશે?
સુરત ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે કેટલું હકદાર છે એના આંકડાઓ અગાઉ સપ્તાહમાં બે અને હવે ત્રણ દિવસની શારજાહ-સુરત ફ્લાઇટનાં પેસેન્જર આંકડાઓથી પાસ થાય છે .સુરત ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવે છે એ આ ફલાઇટનાં આંકડા માત્ર જોઈને સુરતીઓએ શું ખુશ થવું રહ્યું? શારજાહ – સુરત ફ્લાઈટને 2018-19માં 2812, 2019-20માં 44,263, 2021-22માં 13,960 અને 2022-23 માં 21,988 પેસેન્જર મળ્યાં છે. 2021-22માં સુરતથી યુએઈનાં રસ -અલ- ખૈમા માટે 506 પેસેન્જરોની અને શ્રીલંકાનાં મત્તાલા માટે 770 પેસેન્જરની અવર જવર ચાર્ટર ફ્લાઈટમાં રહી હતી.

Most Popular

To Top