Sports

હિલીની આક્રમક ઇનિંગ અને એક્લેસ્ટોન-દીપ્તિની બોલિંગથી UPએ RCBને 10 વિકેટે હરાવ્યું

મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આઠમી મેચમાં (Match) યુપી વોરિયર્સની સ્પીનર સોફી એક્લેસ્ટોન અને દીપ્તિ શર્માએ મળીને કસેલા સંકજાને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એલિસ પેરીની 39 બોલમાં 52 રનની આક્રમક ઇનિંગ છતાં 19.3 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઇ ગયા પછી એલિસા હિલીની 47 બોલમાં 96 રનની આક્રમક ઇનિંગની મદદથી યુપી વોરિયર્સે 13મી ઓવરમાં જ વિના વિકેટે લક્ષ્યાકં આંબી લઇને મેચ 10 વિકેટે જીતી લીધી હતી અને તેની સાથે જ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળની આરસીબી સતત ચોથી મેચ હારી ગઇ હતી.

  • એલિસ પેરીની આક્રમક અર્ધસદી છતાં અન્ય બેટરોની નિષ્ફળતાને કારણે આરસીબી 138 રન જ બનાવી શક્યું
  • હિલીની 96 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી યુપી વોરિયર્સે 13 ઓવરમાં જ વિના વિકેટે લક્ષ્યાંક કબજે કર્યો

આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ઉતરેલી આરસીબીને પહેલા રમતા આ ટીમે એલિસ પેરીની 52 રનની ઇનિંગના આધારે 19.3 ઓવરમાં 138 રન બનાવ્યા હતા. સોફી ડિવાઇન અને સ્મૃતિ મંધાનાની જોડીએ આક્રમક શરૂઆત અપાવી હતી, જો કે મંધાના માત્ર 4 રન કરીને આઉટ થઇ હતી. તે પછી ડિવાઇન અને પેરીએ મળીને 44 રનની ઝડપી ભાગીદારી કરી હતી. 73 રનના સ્કોરે ડિવાઇન આઉટ થઇ તે પછી વધુ બે વિકેટ ગુમાવવાના કારણે આરસીબીનો સ્કોર 4 વિકેટે 98 રન થયો હતો. શ્રેયંકા પાટીલે 10 બોલમાં 15 રન કરીને સ્કોર આગળ તો ધપાવ્યો પણ તે લાંબુ ખેંચી શકી નહોતી. પેરી પણ 52 રન કરીને આઉટ થઇ હતી અને તે પછી 13 રનના ઉમેરામાં આરસીબીએ બાકીની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

Most Popular

To Top