વડોદરા: તાંદલજાના વિસ્તારમાં આવેલા અસસફા એપાર્ટમેન્ટના રૂમ નં.304માં રઇડ કરીને એસઓડીની ટીમે રૂ.29.20 લાખના 292 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મહારાષ્ટ્રનો શખ્સ રાવપુરાના ઇમરાન ઉર્ફે ચીકનદાનાને મેફ્રાડ્રોન આપવા માટે આવ્યો હતો. ઘરમાં તપાસ કરી 29.20 લાખનું ડ્રગ્સ,રોકડા રૂ.40 હજાર, એક મોપેડ અને મોબાઇલ મળી રૂા.30 લાખનો મુદ્દામાલ કબજે કરી નીગ્રોના ડીલરને વોન્ટેડ જાહેર કર્યો છે.
શહેરમાં ઠેરઠેર નશીલા પદાર્થનું વેચાઇ થઇ રહ્યું છે. જેને પોલીસે મિશન ક્લીન અંતર્ગત અભિયાન હાથ ધરી લારી ગલ્લા અને ચારી સહિતની જગ્યા પર ચેકિંગ શરૂ કર્યું હતું. એસઓજીના એેએસઆઇ જાહિદઅલી કાસમઅલીને બાતમી મળી હતી કે રાવપુરાના નવાબવાડામાં રહેતો ઇમરાનખાન ઉર્ફે ચીકનદાનો મહેમુદખાન પઠાણ એમડી ડ્રગ્સને ધંધો કરે છે. તેને એમડી આપવા માટે પેડલર મુંબઇથી આવ્યો છે અને હાલમાં બંને જણા તાંજલજા ખાતે ભાડાના મકાનમાં હાજર છે. જેના આધારે એઓજી પીઆઇ સી બી ટંડેલ અને પીએસઆઇ એચ યુ પટેલ સહિતન સ્ટાફે બાતમી મુજબના મકાનમાં રેઇડ કરી હતી.
જેમાં અસસફા એપાર્ટમેન્ટના ટાવર-બીના મકાન નં.304માંથી બંને ઝડપાઇ ગયા હતા.તેમની અંગજડતી કરી ઘરમાં તપાસ કરતા 292 ગ્રામ એમડી ડ્રગ્સ રૂા.29.20 લાખ, રોકડા રૂા.40 હજાર, બાઇક રૂા.40 હજાર અને એક મોબાઇલ મળી રૂા.30.05 લાખનો મુદ્દામાલ કબજે લઇને ઇમરાખાન ઉર્ફે ચિકનદાાનો મહેમુદખાન પઠાણ (ઉં.વ.40 રહે, મોઇનએપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર નવાબવાડા રાવપુરા, વડોદરા) અને ડ્રગ્સ આપવા માટે આવેલા સલીમ ઇમ્તીયાઝ શેખ (ઉં.વ.45 રહે, ઠાકુરપારા થાના મુંમ્બરા જી.થાણે મહારાષ્ટ્ર) સામે એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. જ્યારે એમડીનું ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર નીગ્રોના એક યુવાનને વોન્ટેડ જાહેર કર્યો છે.
નવાબવાડામાં રહેતો ઇમરાન ઉર્ફે ચિકનદાનાએ તાંદલજા વિસ્તારમાં આવેલા અસસફા એપાર્ટેમેન્ટના અસસફા એપાર્ટેમેન્ટના ટાવર-બી ના મકાન નંબર 304 પોતાના સાળી માટે ભાડે રાખ્યું હતું. પરંતુ હજુ સુધી કોઇ રહેવા માટે આવ્યું હતું. બુધવારે ડ્રગ્સની ડિલિવરી આપવા માટે મહારાષ્ટ્રનો સલીમ આવતા તેને એમડી જથ્થો ભાડાના મકાનમાં સંતાડી રાખ્યો હતો. ત્યાં બંને હાજર હતા અને એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો.
સલીમ નીગ્રોના યુવાન પાસેથી ડ્રગ્સ લાવીને વડોદરાના ઇમરાનને આપતો હતો
ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા નીગ્રોના ડીલર પાસેથી મહારાષ્ટ્રમાં રહેતો સલીમ શેખ ડ્રગ્સ લાવતો હતો અને અને છેલ્લા દોઢ મહીનાથી ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનાને જથ્થો પૂરો પાડતો હતો. જેમાંથી ઇમરાન છુટક પડીકીમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.
ઇમરાનખાન પઠાણ રોજ પાંચ ગ્રામ એમડી ડ્રગ્સનું સેવન કરે છે
ઇમરાનખાન પઠાણ જેવા શહેરમાં ડ્રગ્સનું છુપી રીતે વેચાણ કરતા પેડલરોનું લિસ્ટ બનાવ્યું છે. જેમ જેમ ડ્રગ્સનું વેચાણ કરતા હોય તેમની માહિતી મળી રહી છે. તેને દબોચી લેવામાં આવી રહ્યા છે. દરમિયાન ઇમરાનખાને મંગાવેલું એમડી તાંદલજાના મકાનમાં સંતાડ્યુ હોવાની બાતમી મળતા ત્યાં રેઇડ 292 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે. ઇમરાનને રોજ પાંચ ગ્રામ એમડીનો નશો કરવાની ટેવ છે.
-સી બી ટંડેલ પીઆઇ, એસઓજી
ઇમરાનખાન પઠાણ સલીમ શેખને અજમેરમાં મળ્યા બાદ મિત્રતા થઇ હતી
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઠાકુરપાડામાં રહેતા સલીમ ઇમ્તીયાઝ શેખ એજમેર દર્શન માટે ગયો હતો તે દરમિયાન ઇમરાનખાન પઠાણ પણ ત્યાં ગયો હતો. જ્યાં બંને એકબીજાને મળ્યા હતા ત્યારથી મિત્રતા બંધાઇ હતી. જેથી ઇમરાને એમડી વડોદરા શહેરમાં આપવા માટેની ડીલ કરી હતી. જેથી છેલ્લા દોઢ મહિનાથી એમડી જથ્થો સલીમ ઇમરાનને પૂરો પાડતો હતો.