Vadodara

ધુળેટીના દિવસે વડોદરા શહેર-જિલ્લો સતરંગી રંગે રંગાયો

વડોદરા: વડોદરા શહેર તેમજ જિલ્લામાં ધુળેટી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી., અબાલ વૃદ્ધ સહુ કોઈ આ રંગોના પર્વમાં મન મૂકીને જોડાયા હતા. અને એક મેક ને રંગી અને શુભકામનાઓ પાઠવી હતી. હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી. હોલિકા દહન બાદ એક દિવસ પડતર હતો અને બુધવારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર તેમજ જિલ્લો સતરંગી રંગોથી રંગાઈ ગયો હતો. શહેરની વિવિધ ગલીઓ, પોળો , સોસાયટીઓ, અને એપાર્ટમેન્ટ્સ સહીત વિવિધ સ્થળોએ ધુળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

અબાલ વૃદ્ધ સહુ કોઈ સવારથી જ એકમેકને ગુલાલ અને અન્ય રંગોથી રંગવા આતુર હતા. ઉપરાંત પિચકારીથી એકબીજાને રંગીન પાણીથી રંગી રહ્યા હતા. ધુળેટી પર્વને લઈને નાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો સવારથી પોતાની ટોળી બનાવી નીકળી પડયા હતા અને મેદાનમાં પોતાના મિત્રોની સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. વડોદરા શહેર અને જિલ્લો સપ્ત રંગી રંગોથી રંગાઈ ગયો હતો, તો સહુએ એકમેકને સોશ્યલ મીડિયા ઉપર પણ શુભકામનાઓ પાઠવી હતી.

હોળી-ધૂળેટીના તહેવારો પુરા થતા જ શાકભાજીના ભાવમાં વધારો
વડોદરા: હોળી ધુળેટીના તહેવારો પૂર્ણ થતા વડોદરા ના શાકભાજી માર્કેટમા શાકભાજી ના કડાકો બોલી જતા અચાનક વઘેલા ભાવ થી ગૃહિણી ઓમા કાળો કકળાટ જોવા મળ્યો હતો.એક તરફ ગેસના ભાવ મા વઘારો અને અન્ય ખાઘ ચીજ વસ્તુઓને ભાવ આસમાને જોવા મળે છે. તેમાં શાકભાજી ની આવક ઉનાળા ની શરૂઆત થતા ઘટી ગઇ છે. હજુ જેમ જેમ ઉનાળો જામશે તેમ શાકભાજી ના ભાવ મા વઘારો થવાની શક્યતા ને નકારી શકાય નહીં.

Most Popular

To Top