SURAT

કાપોદ્રાની મહિલાનું કોરોનાના લીધે મોત થયું, ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે સંક્રમણ

સુરત: કોરોનાએ શહેરમાં ફરીથી ધીરે-ધીરે માથું ઉચવાનું શરૂ કર્યું છે. ધીરે-ધીરે કોરોનાના કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે. છેલ્લા 2 દિવસમાં શહેરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. તેમાંથી કાપોદ્રાની 70 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. અઢી મહિના બાદ સુરતમાં કોરોનાના દર્દીનું મોત થયું છે. 2023નું કોરોનાથી થયેલું આ પ્રથમ મોત છે.

  • કાપોદ્રાની 70 વર્ષની વૃદ્ધાને 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, પગમાં સોજા પણ હતા
  • પરિવારના તમામ સાત સભ્યો અને સંપર્કમાં આવેલા 15 વ્યક્તિના ટેસ્ટ કરાયા પણ નેગેટિવ આવ્યા
  • છેલ્લા બે જ દિવસમાં સુરતમાં કોરોનાના 3 કેસ નોંધાયા, સેમ્પલ જિનોમ સીકવન્સિંગ માટે મોકલાયા
  • જે ત્રણ કેસ નોંધાયા તેમાં કાપોદ્રાની સાથે ઘોડદોડ રોડ તેમજ પાલ વિસ્તારના સમાવેશ

કોરોનામાં જેનું મોત થયું તે મનપાના વરાછા ઝોન-એમાં કાપોદ્રા ખાતે રહેતી 60 વર્ષની સ્ત્રીને છેલ્લા 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ અને પગમાં સોજાની તકલીફ હતી. આથી સારવાર માટે હોસ્પિટલ ગયા હતા જ્યાં ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યા હતા. દર્દીને ડાયાબીટીસ, પ્રેસર અને કીડનીની જૂની ગંભીર બિમારી હતી. તેઓનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. •તેમના સંપર્કમાં આવેલા ઘરના 7 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જે નેગેટીવ આવ્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 15 વ્યક્તિઓના પણ ટેસ્ટ કરાયા હતા જે નેગેટિવ આવ્યા છે.

તેમજ જેમાં ઘોડદોડ રોડમાં 86 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને ત્રણ દિવસથી શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.આથી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. દર્દીને ડાયાબીટીસ,બ્લડ પ્રેસર અને પાર્કિસોનીઝમની બીમારી છે. દર્દીની તબિયત હાલમાં સ્થિર છે. તેમજ પ્રાઈવેટ હોસ્પીટલમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. દર્દીના સંપર્કમાં આવેલા 8 સભ્યોના ટેસ્ટ કરાયા હતા. જેના રિપોર્ટ પેન્ડિંગ છે. દર્દીને ટ્રાવેલિંગ તથા પબ્લિક ગેધરિંગની હિસ્ટ્રી નથી. દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલી દેવાયા છે.

દર્દીએ કોવિડ રસીના ડોઝ લીધા ન હોવાનું જાણવામાં આવ્યું છે. તેઓના સેમ્પલ પણ જિનોમ સીકવન્સિંગ માટે મોકલી દેવાયા છે. તેમજ પાલમાં 52 વર્ષીય સ્ત્રીને છેલ્લા 3 દિવસથી તાવ અને ખાંસીની તકલીફ હતી. આથી સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા જ્યા ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને બીજી કોઈ ગંભીર બિમારી નથી તેમજ તેઓની તબિયત હાલમાં સ્થિર છે, હાલમાં ઘરે અઈસોલેસન હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 15 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી રાજસ્થાનની હતી.

Most Popular

To Top